Book Title: Jain Ramayana Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 340
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા પ્રતિનન્દ્રિને પ્રતિબોધ ૯૪૫ કૃપા કરો.' સરોવરને કિનારે, એક સ્થળે પડેલી સ્વચ્છ પાષાણશિલા ઉપર શ્રીરામભદ્ર મહામુનિ બિરાજમાન થયા. રાજા પ્રતિનન્દ્રિ અને પરિવાર મહામુનિની સામે ભૂમિપ્રદેશ પર બેસી ગયો. મહામુનિએ ધીર-ગંભીર ધ્વનિમાં ધર્મોપદેશ આરંભ્યો. હે રાજન! ધર્મનો આરંભ શ્રદ્ધાથી થાય છે. પરમાત્મા ઉપર, સદ્ગુરુઓ ઉપર અને સદ્ધર્મ ઉપર શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. રાગ-દ્વેષથી રહિત, સર્વજ્ઞ વીતરાગ આત્મા, એ જ પરમાત્મા કહેવાય. રાગ-દ્વેષ પર વિજય મેળવવા પ્રયત્ન કરનારા, મહાવ્રતધારી અને જિનાજ્ઞા મુજબ જીવન જીવનારા સદ્ગુરુ કહેવાય. જિનભાષિત દયામૂલકધર્મ કહેવાય. આ ત્રણેય તત્ત્વો પર અવિચલ શ્રદ્ધા સ્થાપિત કરવી જોઈએ. ‘હે નરેશ! ગૃહસ્થજીવનમાં તમે બાર વ્રત ધારણ કરી શકો. (૧) કોઈપણ નિરપરાધી ત્રસ્ત જીવને મા૨વો નહીં. સ્થાવર જીવોની પણ જેમ બને તેમ વધુ દયા પાળવી. (૨) અસત્ય બોલવું નહીં. (૩) ચોરી કરવી નહીં. (૪) સ્વસ્ત્રીમાં સંતોષ રાખવો, પરસ્ત્રીનો ત્યાગ કરવો. (૫) સ્થાવર-જંગમ પરિગ્રહ (વૈભવસંપત્તિ)નું પરિમાણ કરવું. (૬) ચાર દિશાઓમાં અને ઉપર નીચે અમુક યોજનાથી વધારે દૂર જવું નહીં. (૭) ભોગ-ઉપભોગની વસ્તુઓની મર્યાદા બાંધવી. (૮) અનર્થદંડના ધંધા ક૨વા નહીં. અર્થાત્ બિનજરૂરી કે અનાવશ્યક કાર્ય કરવાં નહીં. (૯) સામાયિક (૪૮ મિનિટ) વ્રત કરવું. (૧૦) લીધેલાં વ્રતોને યાદ કરી જવા માટે મહિને કે વર્ષે એકાદ દિવસ દસ સામાયિક કરીને સમતા ભાવે રહેવું. (૧૧) પૌષધ વ્રત કરવું અર્થાત્ ઉપવાસ કરીને, શરીરની શોભા કર્યા વિના, બ્રહ્મચર્યવ્રતની ધારણા કરી, આરંભ-સમારંભનો ત્યાગ કરી, પર્વ દિવસોમાં રહેવું. (૧૨) અતિથિ એવા સાધુપુરુષોને ભિક્ષા આપીને પછી ભોજન કરવું.' શ્રી રામભદ્ર મહર્ષિએ પ્રતિનન્દિ રાજાને બાર વ્રતો, એના અતિચારો, સાવધાનીઓ વગેરે વિસ્તારથી સમજાવ્યાં. રાજાને ખૂબ હર્ષ થયો. રાજાએ મહામુનિ પાસે બાર વ્રત ધારણ કર્યાં. મહામુનિની મોક્ષમાર્ગની દેશના સાંભળી, રાજા અને સૈનિકો આનંદિત થઈ ગયા. રાજાએ પુનઃ પુનઃ મહામુનિને ચરણે વંદના કરી. રામભદ્ર મહામુનિએ સૌને ‘ધર્મલાભ’ ના આશીર્વાદ આપ્યા. મહામુનિ જંગલમાં ચાલ્યા ગયા. રાજા પોતાના સૈન્ય સાથે ઘર તરફ રવાના થયો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351