________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા પ્રતિદિને પ્રતિબોધ
૯૪૩ દ્વારેથી પાછા વળે છે, ભિક્ષા લેતા નથી. આગળ ને આગળ વધતા જાય છે.
તેમને તો વધેલી-ઘટેલી અને ફેંકી દેવા જેવી ભિક્ષા જોઈતી હતી. આવી ભિક્ષા કોણ આપે? મહામુનિ ભિક્ષા લેતા નથી.
મુનીશ્વર રાજમહેલના દ્વારે જઈ ઊભા. રાજા પ્રતિનન્ટિએ હર્ષથી મુનીશ્વરને વંદના કરી.
રાજાને ત્યાં ભોજનસમય વ્યતીત થઈ ગયો હતો. વધેલા-ઘટેલો આહાર પડ્યો હતો. રાજાએ શ્રી રામભદ્ર મહામુનિને આહાર વહોરાવ્યો અને મહામુનિએ તે વહોર્યો. દેવો પણ અવધિજ્ઞાનથી, ચન્દનલની આ ઘટના જોઈ રહ્યા હતા. મહામુનિને પારણું થયું કે તેમણે દિવ્ય ધનવૃષ્ટિ કરી.
રાજા પ્રતિદિને ત્યાં મહામુનિનું પારણું થયેલું જાણી, પ્રાને ખૂબ આનંદ થયો. મહામુનિને નગરમાં રોકવા માટે રાજાએ અને પ્રજાએ અતિ આગ્રહ કર્યો પરંતુ મહામુનિ નગરમાં શાના રોકાય? એમનું મન નગરમાં કેમ ઠરે? તેઓ ના રોકાયા...
તેમણે જંગલની વાટ પકડી. વાટે ચાલતાં તેમને વિચાર આવ્યો : “મારા નગરમાં જવાથી નગરમાં કેવો કોલાહલ મચી ગયો?” કેટલા સંઘટ્ટ પણ થયા? લોકોનો કેવો ધસારો?’ તેમણે શુદ્ધ બુદ્ધિથી આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો, પ્રતિજ્ઞા કરી :
“આ જંગલમાં જ જો ભિક્ષા સમયે ભિક્ષા મળશે તો જ હું પારણું કરીશ, નહિતર તપ ચાલુ રાખીશ, નગરમાં નહીં જાઉં.'
શરીર પર કેવો નિરપેક્ષ ભાવ! તીવ્ર વૈરાગ્ય મનુષ્યને શરીર પ્રત્યે પણ નિરપેક્ષ બનાવે છે. શ્રી રામભદ્ર મહામુનિ નગરના હજારો ભક્તજનોની ભક્તિથી પણ દૂર રહેવાનો સંકલ્પ કરે છે. ભક્તોની ભીડ એમના અંતરાત્માને ડંખે છે, જ્યાં જીવનું લક્ષ “આત્મા' ઉપર કેન્દ્રિત થઈ જાય છે, એને બધું અસાર ભાસે છે. મહામુનિને તો પોતાના આત્માને અનંત કર્મોનાં બંધનોમાંથી મુક્ત કરવો છે. અનંત જ્ઞાન અને વીતરાગતા પ્રાપ્ત કરવી છે. જંગલમાં એમણે ધ્યાન લગાવ્યું. સર્વ વિચારોથી મુક્ત બની તેઓ એક પરબ્રહ્મના ધ્યાનમાં લીન થઈ ગયા. શરીર ઉપરથી પણ મમત્વ ઉતારી નાખ્યા પછી ચિત્તમાં કોઈ વિક્ષેપ રહે નહીં.
એક દિવસની વાત છે.
For Private And Personal Use Only