________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૪
જેન રામાયણ ચન્દનસ્થલ નગરનો રાજા પ્રતિન્દિ સૈન્ય સાથે બહાર નીકળ્યો. રાજા જે અશ્વ પર આરૂઢ થયો હતો તે અશ્વ વિપરીત રીતે શિક્ષિત થયેલો હતો. રાજાને એણે બીજા માર્ગે વાળ્યો. જેમ જેમ રાજા એને ઊભો રાખવા પ્રયત્ન કરે તેમ તેમ તે તીવ્ર ગતિથી દોડે!
માર્ગમાં “નન્દનપુણ્ય' નામનું સરોવર આવ્યું. સરોવરને કિનારે દોડતો અશ્વ એક સ્થળે કાદવમાં ખૂંપી ગયો.
રાજા પ્રતિન્દિ મૂંઝાયો. ત્યાં એની પાછળ સૈન્ય આવી પહોંચ્યું. સૈનિકોએ અશ્વને અને રાજાને કાદવમાંથી ઉગારી લીધા. રાજાએ સૈનિકોને કહ્યું :
આ સરોવરના કિનારે શિબિર નાંખો અને અહીં જ ભોજન બનાવો. ભોજન કરીને પછી અહીંથી આગળ વધીશું.”
સૈનિકોએ પડાવ નાંખ્યો અને ભોજનની તૈયારીઓ કરવા માંડી. રાજા પ્રતિન્દિએ સરોવરમાં સ્નાન કર્યું. અને વિશ્રામ લીધો. ભોજન તૈયાર થઈ જતાં સપરિવાર રાજાએ ભોજન કર્યું.
રાજાને ક્યાં ખબર હતી કે આ એ જ જંગલ હતું કે જે જંગલમાં શ્રી રામભદ્ર મહામુનિ રહેલા હતા! એ મુનીશ્વરની સાધનાથી આ જંગલ પવિત્ર બનેલું હતું!
એ દિવસે મહામુનિને પારણું કરવાનું હતું. જ્ઞાન-દૃષ્ટિથી મહામુનિએ જંગલમાં રાજાના આગમનને જાયું હતું. તેઓ ભિક્ષાર્થે સરોવર કિનારે પધાર્યા. પ્રતિનિએિ મહામુનિને જોયા. તેને અંગેઅંગ રોમાંચિત થઈ ગયું. તે ઊભો થયો અને તેણે મહામુનિને નમન કરી તેમનું સ્વાગત કર્યું.
“કૃપાવંત, ભિક્ષા ગ્રહણ કરી, મને અનુગૃહીત કરો.” રાજાએ મહામુનિને ભિક્ષા માટે વિનંતી કરી. બધાએ ભોજન કરી લીધું હતું એટલે જે ભોજન વધેલું હતું, તેમાંથી જ ભિક્ષા આપવાની હતી. મુનિરાજને પણ એવી જ ભિક્ષા ખપતી હતી.
જેવી મુનિવરે ભિક્ષા લીધી તેવી જ આકાશમાંથી દેવોએ રનવૃષ્ટિ કરી. રત્નો સરોવરને કિનારે વેરાયેલા જોઈ સૈનિકો સ્તબ્ધ બની ગયા. રાજા પ્રતિનિન્ટિએ સૈનિકોને કહ્યું :
આ શ્રી રામભદ્ર મહામુનિનો પુયપ્રભાવ છે. દેવો પણ તેમનાં ચરણકમલની સેવા કરે છે, માટે તેમનાં દર્શન કરી પાવન થાઓ.” સૈનિકોએ મહામુનિનાં ચરણે વંદના કરી. પ્રતિદિએ મહામુનિને પ્રાર્થના કરી : “હે કૃપાવંત મુનીશ્વર! અમે ધર્મ જાણતા નથી. અમને ધર્મોપદેશ આપવા
For Private And Personal Use Only