________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પર
જૈન રામાયણ હે સીતેન્દ્ર! એ સમયે તું બારમા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી અને આ જ ભારતમાં “સર્વરત્નમતિ' નામનો ચક્રવર્તી બનીશ! અને તે રાવણ અને લક્ષ્મણના જીવ ‘લાન્તક” દેવલોકમાંથી ચ્યવીને તારા પુત્રો બનશે!' પ્રભો, આપ શું કહો છો? લક્ષ્મણ અને રાવણ મારા પુત્રો થશે?”
હા સીતેન્દ્ર! આ સંસારમાં બધા જ સંબંધો પરિવર્તનશીલ છે. કોઈ સંબંધ કાયમી ટકે નહીં. રાવણના જીવનું નામ તું ‘ઇન્દ્રાયુધ” રાખીશ અને લક્ષ્મણના જીવનું નામ “મેઘરથ” રાખીશ!
સીતેન્દ્ર દ્વારા એ બંને પુત્રો જ્યારે યૌવનમાં આવશે, ત્યારે ભોગસુખોથી વિરક્ત બનશે. ચક્રવર્તી પિતાના સુખ વૈભવોનો ત્યાગ કરી, એ બંને કુમાર ચારિત્ર લેશે! તું પણ ચારિત્ર લઈને, ચારિત્રનું ઉત્કૃષ્ટ પાલન કરી, અનુત્તર દેવલોકમાં “વૈજયન્ત' વિમાનમાં ઉત્પન્ન થઈશ!
રાવણનો જીવ ઇન્દ્રાયુધ સારા પવિત્ર ત્રણ ભવ કરશે અને એ ભવોમાં તીર્થકર નામકર્મ બાંધશે! જ્યારે એ છેલ્લા ભવમાં “તીર્થકર' બનશે ત્યારે તું વિજયન્ત' દેવલોકમાંથી વીને, મનુષ્યભવ પ્રાપ્ત કરીશ અને એ જ તીર્થકર (રાવણનો જીવ) નાં ચરણોમાં ચારિત્ર લઈશ! તું એમનો “ગણધર' બનીશ! આયુષ્યનું બંધન તૂટી જશે અને તમે બંને મોક્ષમાં જશો!”
પ્રભો, લક્ષ્મણનું શું થશે?' સીતેન્દ્રની ઉત્કંઠા ખૂબ વધી ગઈ હતી.
સીતેન્દ્રી લક્ષ્મણનો જીવ મેઘરથ સારા ભવો કરતો પૂર્વ-મહાવિદેહમાં રત્નચિત્રા' નામની નગરીમાં ચક્રવર્તી બનશે.
ચક્રવર્તીના ભોગો ભોગવશે. તે અંતે ચારિત્ર લેશે “તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરશે અને તીર્થકર બનીને મોક્ષમાં જશે!”
પ્રભો! રાવણ અને લક્ષ્મણનું ભવિષ્ય તો ઉજ્વલ છે. તેઓ ઉત્તમ આત્માઓ છે, પરંતુ અત્યારે તો તેઓ નરકની ઘોર વેદનાઓ સહે છે ને?'
સીતેન્દ્ર! એ ભોગવ્યા વિના છૂટકો જ નથી. તીવ્રરાગદ્વેષથી બાંધેલાં કર્મ ભોગવ્યા વિના ચાલે જ નહીં.'
સીતેન્દ્ર વિચારમાં પડી ગયા. તેઓ પોતાના મનમાં વિચારે છે : “હું નરકાવાસમાં જાઉં અને એમને દુઃખથી ઉગારી લઉં. એમને નરકમાંથી ઉપાડીને, કોઈ સારા સ્થળે મૂકી દઉં! કરુણાથી આર્દ્ર બનેલા, સીતેન્દ્ર શ્રી રામભદ્ર મહામુનિનાં ચરણોમાં વંદના કરી અને વિદાય લીધી. બીજા દેવોએ પણ શ્રીરામનાં ચરણોમાં વંદના કરી અને સ્વસ્થાને ચાલ્યા ગયા. શ્રીરામભદ્ર મહામુનિએ ત્યાંથી વિહાર કર્યો.
For Private And Personal Use Only