________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા પ્રતિન્ટિને પ્રતિબોધ
૯૪૧ વિચરું અને આત્માની પૂર્ણતા મેળવવા પુરુષાર્થ કરું.'
હે મુનિવર! તમારા માટે તે શક્ય છે. તમે એ પુરુષાર્થ માટે ઊજમાળ બનો,” ગુરુદેવે આશીર્વાદ આપ્યા. શ્રી રામભદ્ર મુનિએ પુનઃ પુનઃ ગુરુચરણોમાં વંદના કરી. સર્વ મુનિવરો સાથે ક્ષમાપના કરી અને એ મહાપુરુષ અરણ્યની વાટે નીકળી પડયા.
ઘોર અટવી! કાંટા અને કાંકરાનો પંથ! રામભદ્ર મહામુનિ નિર્ભયતાથી ચાલ્યા જાય છે. આત્માની જ પૂર્ણતાના એક લક્ષથી તેઓ ચાલ્યા જાય છે. બીજી કોઈ કામનાઓ નથી, ઇચ્છાઓ નથી, અભિલાષાઓ નથી. તેઓ એક પર્વતની તળેટીમાં પહોંચ્યા. પર્વતની એક ગુફામાં પ્રવેશ કર્યો. એક સ્વચ્છ પાષાણશિલા પર ધ્યાનસ્થ બનીને ઊભા.
એ ધ્યાન હતું ધર્મધ્યાનનું! જિનેશ્વરની આજ્ઞાઓનો વિચાર, રાગ-દ્વેષથી બંધાતાં કર્મોના ઉદયનો વિચાર, સકલ વિશ્વની રચનાનો વિચાર અને મિથ્યાત્વ, અવિરતિ કષાય વગેરેનાં કટું પરિણામોનો વિચાર તેઓ કરતા હતા.
પ્રહર પછી પ્રહર વીતતા હતા. રાત જામતી જતી હતી. શ્રીરામભદ્ર મહામુનિનું ધ્યાન પણ જામતું જતું હતું. મધ્યરાત્રિને સમયે મહામુનિને “અવધિજ્ઞાન' પ્રગટી ગયું. એ “અવધિજ્ઞાનના પ્રકાશમાં સકલ વિશ્વને,' “ચૌદ રાજલોક”ને પ્રત્યક્ષ નિહાળ્યાં! અવધિજ્ઞાન!
કોઈ ઇન્દ્રિયની સહાય નહીં કે મનની સહાય નહિ! આત્મા જ સ્વયં સકલ વિશ્વને જુએ! પ્રત્યક્ષ જુએ!
ધ્યાનના પ્રબળ અગ્નિમાં, “અવધિજ્ઞાન' ઉપરનું એ આવરણ બળી ગયું અને જ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઊઠ્યો! શ્રી રામભદ્ર મહામુનિ અવધિજ્ઞાની મહર્ષિ બની ગયા. જ્ઞાનના પ્રકાશમાં એ મહામુનિએ લક્ષ્મણજીના જીવને જોયો, પરંતુ ક્યાં? નરકમાં! ત્યાં તો શ્રી રામે પોતાના અને લક્ષ્મણજીના પૂર્વભવોની હારમાળા જોઈ! અવધિજ્ઞાન પ્રકાશમાં ભૂતકાળના ભવો અને ભવિષ્યકાળના ભવો જોઈ શકાય, શ્રી રામભદ્ર મુનિ વિચારે છે :
‘પૂર્વેના એક ભવમાં હું ધનદત્ત હતો અને લક્ષ્મણ મારો નાનો ભાઈ વસુદત્ત હતો. ત્યાં એ ભવમાં પણ તેનું મૃત્યુ એવી જ રીતે થયું. કોઈ ધર્મ વિના જ જીવન પૂર્ણ થયું હતું. આ ભવમાં પણ એ કંઈ જ આત્મસાધના કર્યા વિના... ગયો, કુમાર અવસ્થામાં, ત્યાર પછી કલાધ્યાનમાં, દિગવિજયમાં, રાજ્યવ્યવસ્થામાં
For Private And Personal Use Only