Book Title: Jain Ramayana Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 335
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ૧૨૧. રાજા પ્રતિબંન્દિને પ્રતિબોધ : જીવન-પરિવર્તન! અંતરાત્માના સુખની પરિશોધનું જીવન! બાહ્ય જગતનાં સુખોનો ત્યાગ કરી, આત્માના અનંત આંતરસુખને મેળવવાનો પુરુષાર્થ કરવાનું જીવન. શ્રીરામે આવું જીવન સ્વીકાર્યું. કોઈ જીવની હિંસા કરવાની નહિ, અસત્ય બોલવાનું નહિ, ચોરી કરવાની નહિ, અબ્રહ્મનું સેવન કરવાનું નહિ, પરિગ્રહ રાખવાનો નહિ! મન, વચન કાયાથી આ કરવાનું નહિ, કરાવવાનું નહિ કે અનુમોદવાનું નહિ! પછી અશાન્તિ ક્યાંથી થાય? સંતાપ ક્યાંથી હોય? પ્રમાદ ક્યાંથી થાય? કેવું સ્વસ્થ ને અપ્રમત્ત જીવન નીચી દૃષ્ટિએ ચાલવાનું વિચારીને બોલવાનું, ભિક્ષાવૃતિથી જીવનનિર્વાહ કરવાનો, દરેક પ્રવૃત્તિમાં જીવરક્ષાનું ધ્યાન રાખવાનું. આ બધું સહજ સ્વાભાવિક થાય. કોઈ ભાર નહિ, દબાણ નહિ કે કંટાળો નહિ. શ્રી રામચન્દ્રજીએ ગરુચરણે જીવન સમર્પણ કર્યું. દેહનાં મમત્વ ઉતાર્યા અને તપશ્ચર્યા આદરી. મનને જ્ઞાનોપાસનામાં પરોવ્યું અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માંડ્યું. તીવ્ર બુદ્ધિથી શ્રુતજ્ઞાન ગ્રહણ કરવા માંડ્યું. બદ્ધિ પર જે આવરણ હોય તેમ તેનો જેમ જેમ નાશ થતો જાય તેમ તેમ બુદ્ધિ વિકસતી જાય. વિકસેલી બુદ્ધિ જ્ઞાનોપાર્જનમાં સહાયક બને. સાઠ વર્ષ સુધી ગુરુદેવનાં ચરણોમાં રહી રામભદ્ર મુનીવરે વિશિષ્ટ જ્ઞાન સંપાદન કર્યું. જ્ઞાન તપથી તેમણે અદ્ભુત આત્મશક્તિ પ્રાપ્ત કરી. બાહ્ય ભયો, ઉપદ્રવ અને કષ્ટો સામે નિર્ભય બન્યા. દિવસોના દિવસો સુધી ઉપવાસ કરીને તેમણે ભૂખ પર વિજય મેળવ્યો, તૃષા પર વિજય મેળવ્યો. કડકડતી ઠંડીમાં ધ્યાનસ્થ રહીને તેમણે શરીરને કહ્યું. ધોમધખતા તાપમાં વિહાર કરીને શરીરને સહનશીલ બનાવ્યું. વન્ય પશુઓથી નિર્ભય બન્યા. ઉચ્ચકોટિની આત્મસાધના કરવા માટે તન અને મનને આ રીતે તૈયાર કરવાં જ પડે. એક દિવસ રામભદ્ર મહામુનિએ ગુરુદેવનાં ચરણોમાં વંદના કરી, નિવેદન કર્યું : હે કૃપાવંત! જો આપની આજ્ઞા હોય તો હું એકાકીપણે જંગલોમાં, પહાડોમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351