________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૮
જૈન રામાયણ લાગે છે કે હજારો રાજાઓ ને રાણીઓ આપની સાથે જ સંસારનો ત્યાગ
કરશે!”
શ્રી રામ દૂતોની વાત સાંભળી હર્ષવિભોર બની ગયા. તેઓ બોલ્યા : ‘તમે અભુત સમાચાર લાવ્યા છો...' પ્રીતિદાન આપીને, તેઓને વિદાય કર્યા.
મહામંત્રીએ શ્રી રામચંદ્રજી પાસે આવી નિવેદન કર્યું : ‘મહારાજાનો જય હો, ખૂબ જ હર્ષ થાય તેવા સમાચાર છે. શ્રીમતી નામનાં તપસ્વિની સાધ્વી અનેક સાધ્વીઓ સાથે પરિવરેલાં, અયોધ્યામાં પધાર્યા છે, જાણે સર્વવિરતિ જ મૂર્તિમંત બનીને આવી છે!'
ઘણું જ સરસ! મહામંત્રીજી, તે આર્યાઓને રહેવા વગેરેની વ્યવસ્થા થઈ ગઈ હશે?'
હા જી, તેઓ સર્વે કુશળ છે.' સમગ્ર ભારત વર્ષ એ દિવસોમાં કેવી અપૂર્વ ત્યાગભાવનાથી ધબકતું હશે? જ્યાં રાજાઓ અને રાણીઓ જ સંસારના સુખ-વૈભવનો ત્યાગ કરીને જતાં હોય, જીવનની ઉત્તરાવસ્થા ચારિત્રજીવનમાં વિતાવીને, તપોમય જીવન જીવતાં હોય, ત્યાં પ્રજાની ત્યાગભાવના કેવી ઝળહળતી હશે!
શ્રી રામ, શત્રુઘ્ન, બિભીષણ, સુગ્રીવ, વિરાધ વગેરે હજારો રાજાઓએ અને રાણીઓએ વર્ષીદાન આપ્યાં, જીવોની દરિદ્રતા દૂર કરી, ધનધાન્યાદિથી પરિપૂર્ણ કર્યા.
સોળ હજાર રાજાઓ! સાડત્રીસ હજાર રાણીઓ અને શ્રેષ્ઠ સ્ત્રીઓ! દીક્ષાનો મહોત્સવ કેવો મંડાયો હશે! દેવલોકના દેવોએ સતત પુષ્પવૃષ્ટિ કરી અને એ હજારો રાજાઓ અને હજારો રાણીઓનો દીક્ષાનો વરઘોડો નીકળ્યો. બીજા પણ પ્રજાજનો ચારિત્ર લેવા ઉજમાળ બન્યા.
પ્રશસ્ત મુહૂર્તે, સુવ્રત મુનીશ્વરે, શ્રી રામચન્દ્રજી આદિ સોળ હજાર રાજાઓને ચારિત્ર આપ્યું. સાડત્રીસ હજાર સ્ત્રીઓને ચારિત્ર આપ્યું. આર્યા “શ્રીમતી” એ સાડત્રીસ હજાર નૂતન આર્યાઓને પોતાના શ્રમણસંઘમાં પ્રવેશ આપ્યો. દિક્ષા મહોત્સવ ઊજવાઈ ગયો.
For Private And Personal Use Only