________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૬
જૈન રામાયણ હે અહિંદાસ! તમે શુભ સમાચાર આપ્યા. તમે જાઓ અને મુનીશ્વરને પ્રાર્થના કરી, હમણાં અહીં જ સ્થિરતા કરાવો. હું પણ બિભીષણ વગેરે આવી જતાં, મુનીશ્વરનાં દર્શન કરીશ.”
નગરશ્રેષ્ઠીઓએ શ્રીરામનાં ચરણે પુન: વંદના કરી, અનુજ્ઞા લીધી અને વિદાય થયા. શ્રીરામ પોતાના નિત્યકર્મથી પરવાર્યા; દીર્ઘ સમયની શારીરિક અસ્વસ્થતાને કારણે તેઓ શયનકક્ષામાં જઈને એક પ્રહર સૂઈ ગયા.
અયોધ્યાનું અને અયોધ્યાના રાજમહેલોનું વાતાવરણ બદલાઈ ગયું હતું.
લવણપુત્ર અનંગદેવને તેના રાજ્યાભિષેકના અને શ્રીરામ-શત્રુઘ્નની દીક્ષાના સમાચાર મળી ગયા હતા. અનંગદેવ શ્રી રામને મહેલે આવ્યો. શ્રીરામ હજુ નિદ્રામાં હતા એટલે તે મહેલની અટ્ટાલિકામાં જઈ ઊભો.
અનંગદેવે તરુણ અવસ્થામાંથી યુવાવસ્થામાં તાજો જ પ્રવેશ કર્યો હતો. તે ઓછા-બોલો છતાં પ્રસન્નમુખ યુવાન હતો. તેનામાં લવનું લાવણ્ય હતું અને અનેક લાક્ષણિકતાઓ હતી. તેણે લક્ષ્મણજીને મુખે લંકાના યુદ્ધની પરાક્રમગાથાઓ સાંભળી હતી. લવને મુખે, લવ-કુશે શ્રી રામ-લક્ષ્મણ સામે કરેલા યુદ્ધની વીરતાભરી વાતો સાંભળી હતી. સીતાજીની અગ્નિપરીક્ષાનો પ્રસંગ સાંભળ્યો હતો. ત્યાર પછી લક્ષ્મણજીનું મૃત્યુ તેણે પ્રત્યક્ષ જોયું હતું. એ જ પ્રસંગથી વૈરાગી બનીને ચારિત્રને માર્ગે ચાલ્યા ગયેલા લવ અને કુશને જોયા હતા. એના ચિત્તમાં ચારિત્રમાર્ગનું ઉચ્ચ મૂલ્યાંકન થયેલું હતું. મહારાજા દશરથના રાજપરિવારમાં એણે લાડભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
શ્રી રામે નિદ્રાત્યાગ કર્યો. અનંગદેવે શ્રીરામનાં ચરણોમાં વંદના કરી. શ્રી રામે અનંગદેવને પોતાની પાસે બેસાડી આશીર્વાદ આપ્યા. શ્રી રામે જલપાન કર્યું, અને સ્વસ્થ થયા. “વત્સ! તું કુશળ છે ને?” ‘આપની પરમ કૃપાથી, તાતપાદ!” તને મહામંત્રીએ કહ્યું હશે કે તારો રાજ્યાભિષેક કરવાનો છે.' “અને આપ લઘુભ્રાતાની સાથે અમારો ત્યાગ કરી, ચારિત્રપંથે જવાના છો,” અનંગદેવે શ્રી રામની દૃષ્ટિમાં દૃષ્ટિ પરોવીને કહ્યું.
અનંગ! તું જાણે છે ને કે વત્સ લક્ષ્મણ વિના મારો સંસાર શૂન્ય છે. મારા આત્માની પરમ શાન્તિ માટે ચારિત્ર વિના બીજો કોઈ માર્ગ નથી. મને હવે મહેલો કરતાં જંગલોમાં વધુ શાંતિ મળશે. હવે ઇન્દ્રિયોનાં વિષયસુખ નથી
For Private And Personal Use Only