________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ ત્યાગપંથે "
૯૩૭ જોઈતાં. હવે જોઈએ છે આત્માની અનંત શાંતિ! વત્સ! હવે અયોધ્યાની પ્રજાનું તારે જતન કરવાનું છે. પ્રજાના દુઃખ દૂર કરવા સતત તારે જાગ્રત રહેવાનું છે.'
અનંગદેવ શ્રી રામની વાણી સાંભળી રહ્યો. શ્રી રામનો ચારિત્રનિર્ણય એને ઉચિત લાગ્યો. અયોધ્યામાં રાજસિંહાસન અને એની જવાબદારીઓ કઠિન લાગી, છતાં રાજ્યાભિષેક નિશ્ચિત હતો, એ અનંગદેવ જાણતો હતો.
મહામંત્રીએ રાજ્યાભિષેકની સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી અને શ્રી રામને નિવેદન પણ કરી દીધું. બીજી બાજુ લંકાથી બિભીષણ પરિવાર સાથે અયોધ્યા આવી ગયા. સુગ્રીવ પણ રાજ્યવ્યવસ્થા ગોઠવીને, અંતેપુર સાથે આવી પહોંચ્યા. વિરાધ અને બીજા અનેક રાજાઓ, શ્રીરામ સાથે ચારિત્ર લેવા અયોધ્યામાં આવી ગયા. અયોધ્યાના વિશાળ રાજ્યમાં અનેક આજ્ઞાંકિત રાજાઓ હતા. તેઓ, મિત્રરાજાઓ અને વિદ્યાધર રાજાઓથી અયોધ્યાના મહેલો ભરાઈ ગયા. અયોધ્યાના બાહ્યપ્રદેશમાં પણ એક વિશાળ નગર ઊભું કરવામાં આવ્યું.
શુભ દિવસે, પ્રશસ્ત મુહૂર્ત, ખૂબ ભવ્યતાથી અનંગદેવનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. મહારાજા અનંગદેવની આજ્ઞા સમગ્ર પ્રવર્તાવવામાં આવી.
અયોધ્યાના બાહ્ય ઉદ્યાનમાં મુનીશ્વર સુવ્રત પધારી ગયા હતા.
અયોધ્યામાં દીક્ષા મહોત્સવ મંડાઈ ગયો હતો. ત્યાં દૂર દૂરથી હજારો સ્ત્રીપુરુષોનો પ્રવાહ અયોધ્યામાં વહી રહ્યો હતો. દેશવ્યાપી પ્રવાસે ગયેલા રાજપુરુષોએ શ્રીરામનાં ચરણોમાં આવીને નિવેદન કર્યું :
“હે શ્રેષ્ઠ પુરુષ! આકાશયાનમાં અમે લગભગ એક હજાર નગરોમાં જઈ આવ્યા. અમે તે તે નગરોના રાજાઓને આપનો સંદેશ આપ્યો. જ્યાં જ્યાં આ સંદેશ આપ્યો, ત્યાં ત્યાં સહુ આશ્ચર્યચકિત થઈ ગયા. “શ્રીરામ ચારિત્રને મા જાય છે? રાજાઓ અને રાજકુમારો... અરે, અંતઃપુરની રાણીઓ પણ આશ્ચર્ય પામી ગઈ. એટલું જ નહિ પરંતુ તેઓ બોલવા લાગ્યા : ‘રામ જેવા રામ જો સંસારનો ત્યાગ કરી, ચારિત્રને માર્ગે જતા હોય તો પછી આપણે પણ શા માટે સંસારમાં રહેવું? સંસારનાં ઘણાં સુખ ભોગવ્યાં. એમાં ક્યાંય તૃપ્તિ થાય જ નહિ. અંતરાત્માના સુખમાં જ સાચી તૃપ્તિ મળે.' તેમણે પણ ચારિત્ર લેવાનો નિર્ણય કર્યો છે, તેમની રાણીઓએ પણ ચારિત્ર લેવાનો સંકલ્પ જાહેર કર્યો છે. તેઓ સર્વે આજ-કાલમાં અયોધ્યા આવી જશે અને આપની સાથે ચારિત્રનો સ્વીકાર કરશે. તે રાજાઓએ પોતપોતાના સ્નેહી અને મિત્ર રાજાઓને સંદેશા મોકલીને ત્યાગમાર્ગે ચાલવાનો પોતાનો સંકલ્પ જણાવ્યો છે; એટલે અમને
For Private And Personal Use Only