________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૪
જૈન રામાયણ કરવું છે. જન્મ અને મૃત્યુની ઘટમાળને મિટાવી દેવી છે. અયોધ્યાની પ્રજાને અનંગદેવ જેવો સુશીલ અને પરાક્રમી રાજા મળશે. પ્રજા દુઃખી નહીં થાય, માટે એના રાજ્યાભિષેકની તૈયારી કરો, જેથી અમારો માર્ગ સરળ બને અને જલ્દીથી અમે ચારિત્ર સ્વીકારીએ.”
મહામંત્રીએ શ્રી રામની આજ્ઞા નતમસ્તક બની સ્વીકારી. તેઓ શ્રી રામના મહેલમાંથી નીકળી રથમાં બેઠા અને પોતાના મહેલે જવા રવાના થયા, મહામંત્રી સંસારની અપરંપાર લીલાનો વિચાર કરી રહ્યા. ગઈ કાલ સુધી જેમના રાગની કોઈ સીમા નહોતી, લક્ષ્મણજીના મૃતદેહને છ-છ મહિના સુધી ન છોડનારા શ્રીરામ આજે વૈરાગ્યથી ભરપૂર બની સંસારત્યાગની વાત કરે છે! હનુમાનજીની દીક્ષા પર હસનારા રામ આજે સ્વયે દીક્ષા લેવા તત્પર થયા છે!
અલબત્ત અયોધ્યાના રાજસિંહાસને આવનારા તમામ રાજાઓએ ચારિત્ર સ્વીકાર્યું છે. એ પરંપરા લક્ષ્મણજી ન નિભાવી શક્યા. પરંતુ શ્રી રામ એ પરંપરા નિભાવવા જ નહીં, પરંતુ આત્મલક્ષી બનીને, મોક્ષસુખની તીવ્ર કામનાથી ચારિત્ર લેવા તત્પર બન્યા છે.
મહામંત્રીએ રાજપુરોહિતને બોલાવી, રાજ્યાભિષેકનો શુભ દિવસ નક્કી કર્યો :
બીજી બાજુ બિભીષણ, સુગ્રીવ અને વિરાધે શ્રી રામને પ્રણામ કરી નિવેદન કર્યું :
હે ઉપકારી મહાપુરુષ! અમે અમારી રાજધાનીઓમાં જઈને પુત્રોના રાજ્યાભિષેક કરી આવીએ અને અમારા સંકલ્પની પણ જાણ કરી આવીએ, જેથી જેમને ચારિત્રના માર્ગે ચાલવું હોય તેઓ પણ તત્પર બની શકે.”
તમારી વાત સાચી છે; તમે જાઓ અને તમારાં રાજ્યોમાં સર્વત્ર જાણ કરી કે રામ ચારિત્રને માર્ગે જાય છે, જેમને ચારિત્ર લેવું હોય તેઓ અયોધ્યા આવે!” આવી ઉદ્ધોષણા કરાવી દો. શત્રુઘ્ન, તું પણ અયોધ્યાના અને મથુરાના વિશાળ રાજ્યમાં આ પ્રમાણે ઘોષણા કરાવી દે.
‘આપની આજ્ઞા શિરોધાર્ય કરીએ છીએ, મસ્તક નમાવી બિભીષણ વગેરે રાજાઓએ અનુજ્ઞા લીધી અને પોતપોતાનાં વિમાનોમાં બેસી રાજધાનીઓમાં પહોંચી ગયા.
શત્રુઘ્ન અયોધ્યા અને મથુરાના રાજ્યોમાં ઉદ્ઘોષણા કરવા રાજપુરુષોને ૨વાના કરી દીધા. અયોધ્યામાં તો બીજે જ દિવસે પ્રજાને સમાચાર મળી ગયા
For Private And Personal Use Only