________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ ત્યાગપંથે
૯૩૩ બાજુ પાતાલલંકાથી વિરાધ પણ આવી પહોંચ્યો! વિરાધે આવીને શ્રી રામને પ્રણામ કર્યા. બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્નનો પણ વિનય કર્યો અને યથોચિત આસને બેસી ગયો. વિરાધે શ્રીરામની કુશળતા ચાહી. શ્રીરામે વિરાધનાં સુખદુઃખ પૂછુયાં. ત્યાં મહામંત્રી આવી ગયા.
મહામંત્રીના વૃદ્ધ દેહે શ્રીરામને પ્રણામ કર્યા. શ્રીરામે મહામંત્રીને પોતાની પાસે બેસાડ્યા. મહામંત્રીનો શ્રમ દૂર થયો, તેઓ બોલ્યા :
કૃપાનાથ! હું આપનાં દર્શનને જ આવતો હતો, ત્યાં મારી સ્મૃતિ કરી...'
મહામંત્રીજી, મેં સંસારત્યાગ કરી ચારિત્ર લેવાનો સંકલ્પ કર્યો છે. મેં મારો સંકલ્પ શત્રુનને જણાવ્યો, તો એ પણ મારી સાથે ચારિત્ર લેવા તત્પર થયો છે, સાથે લંકાપતિ બિભીષણ અને સુગ્રીવ પણ ચારિત્ર લેવાની દઢ ભાવનાવાળા બન્યા છે, એટલે અયોધ્યાના રાજસિંહાસને અનંગદેવનો રાજ્યાભિષેક કરવાનો મેં નિર્ણય કર્યો છે. તે માટે યોગ્ય દિવસ અને મુહૂર્ત વગેરે નક્કી કરી લેવા તમને બોલાવ્યા છે.”
મહામંત્રી શ્રી રામ સામે જોઈ રહ્યા. તેમનો વૃદ્ધ દેહ ધ્રુજી ઊઠ્યો.
હે કૃપાનાથ! આપ શું કહો છો! લક્ષ્મણજી ચાલ્યા ગયા. લવ-કુશ ચાલ્યા ગયા. આપ પણ શું... અમને અનાથ મૂકીને ચાલ્યા જશો?' મહામંત્રીની આંખો આંસુથી છલકાઈ ગઈ.'
મહારાજા, મહારાજા દશરથના સમયથી હું અયોધ્યાના રાજપરિવારના સુખદુઃખનો સાક્ષી છું. મેં આ રાજપરિવારની ભવ્ય ઉન્નત સ્થિતિ જોઈ છે, અને આજે? આપ અને શત્રુઘ્ન બંને ચારિત્રના પંથે સિધાવો, પછી? હું અયોધ્યામાં નહીં રહી શકું અને આ વૃદ્ધહે ચારિત્ર પણ કેવી રીતે ગ્રહણ કરું? ચાલ્યો જઈશ કોઈ ગ્રામપ્રદેશમાં.' મહામંત્રીનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો. તેઓ રડી પડ્યા. થોડી ક્ષણો માટે મન પથરાયું. શ્રી રામ ધીરગંભીર વાણીમાં બોલ્યા :
મહામંત્રીજી! આપના હૃદયની વેદના હું સમજું છું, પરંતુ અયોધ્યાના રાજપરિવારની વંશ-પરંપરા આપ જાણો છો. મોક્ષપુરુષાર્થ માટે અયોધ્યાના રાજાઓએ ગૃહવાસનો ત્યાગ કર્યો છે. માનવજીવનના મહાન કર્તવ્ય તરીકે પણ ગૃહવાસ ત્યજી ચારિત્રમાર્ગે જવું ઉચિત છે. બાકી સંયોગ પછી વિયોગનું દુઃખ તો છે જ. મારું મન હવે મોક્ષપુરુષાર્થને જ ઝંખે છે, એ સિવાય હવે કોઈ પુરુષાર્થની કામના નથી. સંસારવાસમાં ઘણો કાળ વીત્યો. અરે, અનંત ભવો થઈ ગયા. હવે ક્યાં સુધી ચાર ગતિમાં ભટકવાનું? હવે તો નિર્વાણ જ પ્રાપ્ત
For Private And Personal Use Only