________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૨
જૈન રામાયણ શ્રી રામની તત્ત્વવાણીએ બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્નને રસતરબોળ કરી દીધા. તેમનો અંતરાત્મા જાગી ઊઠ્યો.
આપની વાણી સત્ય છે. પરિવર્તનશીલ પદાર્થો પર જ રાગ-દ્વેષ ચાલે છે. જીવ એથી જ સુખ અને દુઃખ અનુભવે છે.' બિભીષણે શ્રી રામના કથનને બિરદાવ્યું. શ્રી રામે બિભીષણના મુખ સામે જોયું. બિભીષણના મુખ પર નવી જ ચમક આવી હતી. શ્રી રામ બોલ્યા :
લંકાપતિ, જ્યારે એ રાગ-દ્વેષની મંદતા થાય ત્યારે જ આત્મભાન થાય. આત્માનું ભાન થયા પછી સંસાર ગમે જ નહીં, સંસારનાં સુખો ગમે જ નહીં તો પછી શા માટે સંસારમાં રહેવું? સુખોનો ત્યાગ કરીને, આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો જ પુરુષાર્થ કરી લેવો જોઈએ. પ્રજા તરફનાં કર્તવ્યો બજાવી લીધાં, હવે મોક્ષપુરુષાર્થ આદરવો જોઈએ, એક વખત આત્માને કર્મોનાં બંધનોથી મુક્ત કરી દીધો એટલે બસ, પછી પુન: બંધાવાનું નહીં. દ્વન્દ્રોમાં ફસાવાનું નહિ અને જન્મ-મૃત્યુના ચક્રમાં પિસાવાનું નહિ.
આજે મને સમજાય છે કે સીતાએ, ભરતે અને હનુમાને, કૃતાંતવદને અને બીજા રાજાઓએ મોક્ષપુરુષાર્થ આરંભ્યો, તે ઉચિત જ કર્યું છે. તે સૌએ માનવજીવનને સફળ બનાવ્યું. હા, માનવજીવન વિના કોઈ એવું જીવન નથી કે જે જીવનમાં મોક્ષપુરુષાર્થ કરી શકાય.”
શ્રી રામનાં આ વચનોથી શત્રુઘ્નનો વૈરાગ્યભાવ વધુ પુષ્ટ થયો. સાથે સાથે બિભીષણ અને સુગ્રીવનાં અંતઃકરણ પણ વિરક્ત બન્યાં. બિભીષણે કહ્યું :
હે મહાપુરુષ, હું પણ આપની સાથે જ ચારિત્ર લઈશ. આપનાં ચરણોમાં મોક્ષપુરુષાર્થ આરંભીશ.”
હું પણ એ જ નિર્ણય કરું છું. હું આપની સાથે જ ચારિત્ર લઈશ.” સુગ્રીવ બોલી ઊઠ્યા.
શ્રીરામના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ; તેઓ બોલ્યા : ‘તમે બંને નરેશ્વરોએ યોગ્ય નિર્ણય કર્યો છે.' હે તાતપાદ અનંગદેવના રાજ્યાભિષેક માટે.” શત્રુબે યાદ કરાવ્યું.
હા મહામંત્રીજીને બોલાવો, એમને આવશ્યક સૂચનાઓ આપી દઉં, રાજ્યાભિષેકનો દિવસ નક્કી કરી દે, એટલે પછી આપણો માર્ગ સરળ થઈ જાય.'
શત્રુને તરત જ મહામંત્રીને બોલાવી લાવવા પ્રતિહારીને મોકલ્યો; બીજી
For Private And Personal Use Only