________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ-પ્રતિબોધ
૯૨૫ બહાર નીકળી ગયા અને પાછળ હજારો અશ્વારોહી સૈનિકો પણ મેદાન તરફ ધસી ગયા.
શત્રુ રાજાઓએ શ્રી રામ વગેરેના રથ જોયા. તેઓ યુદ્ધસજ્જ થઈને જ ઊભા હતા. ત્યાં શ્રી રામે ‘વજાવર્ત ધનુષ્યનો ટંકાર કરી, બ્રહ્માંડને સ્તબ્ધ કરી દીધું.
મહેન્દ્ર દેવલોકમાં દેવ થયેલા જટાયુએ “અવધિજ્ઞાનથી જોયું કે “શ્રી રામ શું કરી રહ્યા છે?' અને એણે શ્રી રામને યુદ્ધના મેદાન પર જોયા. લક્ષ્મણજીના મૃતદેહને ખોળામાં લઈ જાવર્ત ધનુષ્યને ટંકાર કરતા રામને જોયા!
તરત જ દેવોની સાથે જટાયુદેવ પૃથ્વી પર ઉતરી આવ્યો અને દેવો પૃથ્વી પર આવે એટલે? એમના દિવ્ય દેહોની અપૂર્વ પ્રભા અને અદભુત પ્રતાપ જોઈ શત્રુરાજાઓ ચકિત થઈ ગયા. દેવોએ જઈને, શ્રીરામને પ્રણામ કર્યા અને કહ્યું :
હે દશરથનંદન! આપ નગરમાં પધારો. દુશ્મન રાજાઓનો અમે વધ કરીશું.” ત્યાં બિભીષણ અને શત્રુઘ્ન પણ રથમાંથી ઊતરીને શ્રી રામ પાસે આવી પહોંચ્યા. શત્રુરાજાઓએ બિભીષણને જોયા અને લજજાથી શરમાઈ ગયા! ઇન્દ્રજિતના પુત્રોએ કાકા બિભીષણને જોતાં જ પોતાનાં મુખ સંતાડવા માંડ્યાં.
એમને ખબર ન હતી કે હજુ દેવલોકના દેવો શ્રી રામનું સાંનિધ્ય કરે છે!' એ પણ નહોતા જાણતા કે “કાકા બિભીષણ શ્રી રામની સેવામાં છે અને સુગ્રીવ શ્રી રામના સારથિ બનીને સામે આવશે!”
શત્રુરાજાઓએ સૈન્યને યુદ્ધનું મેદાન ત્યજી જવાની આજ્ઞા કરી અને રાજાઓ પણ વિમાનમાં બેસીને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ એમનાં મન વિચારશીલ બની ગયાં; આત્મનિરીક્ષણ કરતાં થઈ ગયાં.
આ અમે શું કર્યું? કોની સામે યુદ્ધ? શા માટે યુદ્ધ? અમે વિચાર જ ન કર્યો કે હજુ લક્ષ્મણજીના મૃતદેહની ઉત્તરક્રિયા પણ નથી થઈ અને આક્રમણ? શ્રી રામની ઉન્મત્તદશાનો લાભ ઉઠાવી લેવાની હીન ભાવના? કેવી અમારી અધમતા? અરે, કાકા બિભીષણનો પણ વિચાર ન કર્યો? શ્રી રામની આવી સ્થિતિમાં કાકા એમને ક્ષણ વાર પણ છોડે નહીં, તેઓ અયોધ્યામાં જ હોય, પરંતુ અમે એ વિચાર જ ન કર્યો. અહો, આ સંસાર જ આવો છે. તૃષ્ણાઓ અને વાસનાઓ જ્યાં જીવને નિરંતર સતાવ્યા કરે, રાગ અને દ્વેષની હોળીઓ હૃદયમાં સળગ્યા કરે અને આપણે માટે કાકા બિભીષણે કેવા અભિપ્રાય બાંધ્યા હશે? એમને
For Private And Personal Use Only