________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ-પ્રતિબોધ
૯૨૭
‘તને શું કહેવું? તારામાં બુદ્ધિ નથી. સુકાયેલા વૃક્ષ પર પાણી સિંચવાથી તને ફળ નહીં મળે! સાંબેલું વાવવાથી એના પર ફળ આવે મૂર્ખ?”
જટાયુએ એ કામ પણ છોડી દીધું! અને શ્રી રામ પાસે જઈને સ્મિત કરીને
કહ્યું :
‘તમે આટલું બધું જાણો છો તો આ મૃતદેહને ખભે ઉપાડીને કેમ ફરો છો? આ અજ્ઞાનતા નથી? ત્યજી દો આ મૃતદેહને.'
જટાયુની વાત સાંભળતાં જ શ્રી રામે આંખો ફાડી અને લક્ષ્મણજીના દેહને પોતાના બાહુપાશમાં જકડી લઈ, પુનઃ પુનઃ આલિંગન આપી, જટાયુને ધધડાવ્યો : અરે દુષ્ટ, આ શું અમંગલ બોલે છે? મારી સામેથી ચાલ્યો જા, દૂર.’
જટાયુદેવ નિરાશ થયો, પરંતુ દેવની સહાય દેવ આવ્યો!
કૃતાન્તવદન ચારિત્ર પાળીને દેવલોકમાં દેવ થયો હતો. તેણે અધિજ્ઞાનથી શ્રી રામને જોયા. જટાયુએ કરેલા પ્રતિબોધના ઉપાયો જોયા. કૃતાન્તવદનદેવ જરાય વિલંબ કર્યા વિના ત્યાં આવી ગયો. જટાયુને મળીને પરામર્શ કર્યો.
કૃતાન્તવદને મનુષ્યરૂપ ધારણ કર્યું. તે ખભા પર મરી ગયેલી સ્ત્રીના મૃતદેહને નાંખી રોતો કકળતો બગીચામાં ભટકવા લાગ્યો. શ્રી રામ પણ લક્ષ્મણજીના મૃતદેહને ખભે લઈ બગીચામાં ફરી રહ્યા હતા! એકને ખભે ભાઈનો મૃતદેહ હતો. બીજાને ખભે સ્ત્રીનો મૃતદેહ હતો! શ્રી રામે એને જોયો ને બોલ્યા :
‘અરે યાત્રિક, શું તું ઉન્મત્ત બની ગયો? મરી ગયેલી સ્ત્રીને ખભે લઈને ફરે છે? જો જો, તારી સ્ત્રી જીવંત નથી, મરી ગયેલી છે.’
‘અરે તું શું અપમંગલ બોલે છે? આ તો મારી પ્રાણપ્રિય પ્રેયસી છે. તું શા માટે આ મૃતદેહને ખભે લઈને ફરે છે? તું મારી પત્નીને મરેલી જાણી શકે છે, તો તું તારા ખભે રહેલા મૃતદેહને જાણી શકતો નથી?'
‘શું મારા ખભે મૃતદેહ છે?'
‘હા, જો તારા ખભે મૃતદેહ છે!' દેવે પોતાના ખભેથી સ્ત્રીનો મૃતદેહ ઉતારીને નીચે મૂક્યો અને શ્રી રામની સમક્ષ આવી, પોતાનું સ્વરૂપ પ્રગટ કરી કહ્યું :
‘હું, કૃતાન્તવદન, સંયમ આરાધીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો છું અને આ છે જટાયુદેવ!'
For Private And Personal Use Only