________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ-પ્રતિબોધ
૯૨૩ અત્યારે આક્રમણ? અજાતશત્રુ શ્રી રામના દુશમનો કોણ પાક્યા? જાઓ સૈન્ય તૈયાર કરો અને શત્રુઓની ભાળ મેળવો.”
નગરરક્ષકો પુનઃ પ્રણામ કરી વિદાય થયા. શત્રુઘ્ન બિભીષણ અને સુગ્રીવ સામે જોયું. બંને રાજાઓ વ્યગ્ર હતા.
કોણ હશે શત્રુઓ? અયોધ્યાના રાજપરિવારની દુ:ખદ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા સારો અવસર શોધ્યો! પણ એમને ધ્યાન નથી કે અયોધ્યા હજુ અનાથ નથી બન્યું.” શત્રુન રોષથી ધમધમી ઊઠ્યા.
એ જાણતા નહીં હોય કે મહારાજા બિભીષણ અયોધ્યામાં છે અને સુગ્રીવ શ્રી રામની ચરણસેવામાં છે. વિચાર્યા વિનાનું સાહસ કર્યું છે.' સુગ્રીવ બોલી ઊઠ્યા. બિભીષણ કંઈક વિચારમાં પડી ગયા. શત્રુને પૂછયું.
લંકાપતિ, આપ શા વિચારમાં પડી ગયા?” “રાજનું, આ એક એવો પ્રસંગ ઊભો થયો છે, જેનો આપણે લાભ ઉઠાવી લઈએ!”
શ્રી રામચંદ્રજીને સ્વસ્થ કરવાનો! મને એમ સમજાય છે કે આપણે તેઓને આક્રમણની વાત કરીએ. તેઓનું સ્નેહનું બંધન તૂટી જશે. યુદ્ધ માટે સજ્જ બની શત્રુઓ પર તૂટી પડશે.' બિભીષર્ણ સચોટ ઉપાય સુચવ્યો.
લંકાપતિ, આપની યોજના યથાર્થ છે. આપણે તેમની પાસે જઈએ અને નિવેદન કરીએ.” શત્રુને બિભીષણની યોજના વધાવી લીધી. ત્રણેય રાજાઓ ઊભા થયા, ત્યાં જ ત્વરિત ગતિએ મહામંત્રી આવી પહોંચ્યા. તેઓ હાંફી રહ્યા હતા. રાજાઓ પુન: બેસી ગયા. મહામંત્રી પણ બેઠા. શ્રમ દૂર કરીને બોલ્યા :
“હે નરેશ્વરો, અયોધ્યાનું શું થવા બેઠું છે? શત્રુઓએ અયોધ્યા ઘેરી લીધી છે, પ્રજામાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે, કાંઈ સમજાતું નથી, ભય, ચિંતા અને વ્યથાથી મહામંત્રીનો વૃદ્ધ દેહ ધ્રૂજી રહ્યો હતો.
‘મહામંત્રીજી, અમને સમાચાર મળ્યા છે. તમે ચિંતા ન કરો. અમે ત્રણત્રણ રાજાઓ અયોધ્યામાં છીએ પછી પ્રજાને ભય શાનો? તમારે ચિંતા શાની? અમે હમણાં જ ઉપાય કરીએ છીએ. તમે પ્રજાને નિર્ભય કરો.' શત્રુઘ્ન મહામંત્રીને હિંમત આપી વિદાય કર્યા અને ત્રણેય નરેશ્વરી શ્રી રામના મહેલમાં પહોંચ્યા. શ્રી રામ તો સ્નેહોન્માદમાં ઉન્મત્ત હતા.
For Private And Personal Use Only