________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫. હનુમાનજીનું નિર્વાણ દિન યુદ્ધો બંધ થઈ ગયાં હતાં. ભારતમાં પ્રજા નિર્ભયતાથી જીવન જીવી રહી હતી. રાજાઓ પ્રજાનાં સુખશાંતિ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. ધર્મગુરુઓ ધર્મનો ઉપદેશ આપી, પ્રજાને મોક્ષમાર્ગ બતાવી રહ્યા હતા. રાજતંત્ર ધર્મના સિદ્ધાંતોને અનુકૂળ વર્તી રહ્યું હતું. ભૌતિક આબાદીની સાથે પ્રજાની આધ્યાત્મિક ઉન્નતિ થઈ રહી હતી.
મહારાજા ભરત અને સીતાજીના ત્યાગે તત્કાલીન ભારત પર ત્યાગની ઘેરી છાયા પાથરી હતી. લાખો નિર્ચન્થ સાધુપુરુષો ભારતભૂમિ પર વિચરી રહ્યા હતા. ત્યાગપ્રધાન ભવ્ય સંસ્કૃતિમાં પ્રજા ઊછરી રહી હતી.
હનુપુરના વિશાળ રાજ્યને હનુમાનજી સંભાળી રહ્યા હતા, અવારનવાર તેઓ સમેતશિખર, મેરુ વગેરે તીર્થોની યાત્રા કરી આત્માની પ્રસન્નતા મેળવતા હતા. ભામંડલના અણધાર્યા મૃત્યુએ હનુમાનજીને વિશેષ અન્તર્મુખ બનાવ્યા હતા. ક્યારેક ક્યારેક તેઓ અનંત ભૂતકાળના વિચારમાં ઊતરી જતા હતા. ક્યારેક તેઓ અનંત ભવિષ્યની ચિંતામાં ડૂબી જતા હતા. જ્યારે જ્યારે જ્ઞાની મહાત્માપુરુષોનાં દર્શન થતાં, ત્યારે તેઓ ઉપદેશ સાંભળવા બેસી જતા. જિનોક્ત તત્ત્વોના શ્રવણમાં લીન બની જતા.
તીર્થભૂમિઓમાં દિવસોના દિવસો વિતાવતા, પરમાત્માના પૂજનમાં તેઓ એકાકાર બની જતા. હનુમાનજીનું આ આધ્યાત્મિક પરિવર્તન હતું. ખૂનખાર યુદ્ધો ખેલનાર હનુમાનજી આત્મનિષ્ઠ બનતા જતા હતા. એક દિવસ તેઓ મેરુપર્વત પર યાત્રાર્થે ગયા. મેરુપર્વત પર આવેલાં જિનમંદિરો અને જિનમૂર્તિઓનાં દર્શન-વંદન-પૂજન કરી, તેઓ પાછા વળી રહ્યા હતા. તેમણે અસ્ત થતા સૂર્યને જોયો. તેમણે વિમાનને થોભાવી દીધું અને સૂર્યને જોઈ જ રહ્યા. તે દર્શન માત્ર દર્શન ન હતું, તે દર્શનમાં હનુમાનજીનું ચિંતન ભળ્યું.
આ એ જ સૂર્ય છે કે જે પ્રભાતે ઊગ્યો હતો અને અત્યારે તે અસ્ત થઈ રહ્યો છે. શું આ એમ નથી સૂચવતો કે “
રમશાશ્વત” બધું જ અશાશ્વત છે, અસ્થિર છે, ચંચળ છે? ભોગસુખો નાશવંત છે. આ રાજ્ય, આ વૈભવ, અરે આ શરીર પણ નાશવંત છે. સંસારમાં જે કંઈ દેખાય છે તે બધું જ ક્ષણિક છે. કાંઈ જ કાયમ ટકનારું નથી. નાશવંત ઉપરનો રાગ મિથ્યા છે. નાશવંત ઉપરનો ઠેષ મિથ્યા છે. આ વિશ્વ પરિવર્તનશીલ છે, મનુષ્યના ભાવો પરિવર્તનશીલ છે.
For Private And Personal Use Only