________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનજીનું નિર્વાણ
૯૯
બધું જ પરિવર્તનશીલ! ખરેખર, જિનેશ્વર ભગવંતે આ વિશ્વનું સ્વરૂપ યથાર્થ બતાવેલું છે. આ સૂર્યનો અસ્ત, એનું જ પ્રતીક છે. રોજ એ ઊગે છે અને રોજ અસ્ત પામે છે; રોજ એ મનુષ્યોને વિશ્વની વિનશ્વર સ્થિતિનું ભાન કરાવે છે. આજે મને સત્ય સમજાયું: હવે શા માટે, કોને માટે મારું રાજ્ય ચલાવવાં? શા માટે સંસારમાં રહેવું? ભોગ સુખોથી સર્યું, ઇન્દ્રિયોનાં સુખોથી સર્યું, હવે તો અણગાર બનું, નિગ્રંથ બનું, અરણ્યોમાં ધ્યાનસ્થ બનીને, આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરું.'
સૂર્ય અસ્ત થઈ ગર્યો હતો. અંધકાર પથરાવા માંડ્યો હતો. હનુમાનજી વિમાનને ગતિ આપી, હનુપુર આવી ગયા. મહેલમાં પહોંચ્યા. રાણી લંકાકુમારીએ સ્વાગત કર્યું. વસ્ત્રપરિવર્તન કરી, હનુમાનજીએ વિશ્રામ લીધો. લંકાકુમારી ભદ્રાસન પર બેસી ગયાં. હનુમાનજીએ રાણી સામે જોયું. રાણીએ કહ્યું.
‘નાથ, તીર્થયાત્રા સુખપૂર્વક થઈ?'
‘હા દેવી, આજે અપૂર્વ તીર્થયાત્રા થઈ. આજે તીર્થે તરવાની પ્રેરણા આપી. જે તારે તે તીર્થ! આ ભવસાગરને તરવાની પ્રબળ પ્રેરણા લઈને આવ્યો છું.' હનુમાનજીએ રાણીના પ્રત્યુત્તરની અપેક્ષાથી રાણી સામે જોયું.
‘સ્વામીનાથ, આપનું વચન યથાર્થ છે. ભવસાગરને તર્યા વિના મોક્ષસુખ ન જ મળે.' હનુમાનજી જેવા પ્રત્યુત્તરની આશા રાખતા હતા તેવો જ પ્રત્યુત્તર મળ્યો.
‘રાજકુમારનો રાજ્યાભિષેક હવે હું સંસારવાસ ત્યજી ચારિત્ર અંગીકાર કરીને કરીશ.'.
લંકાકુમા૨ી હનુમાનજી સામે જોઈ રહી. ઝાંખા દીપકને તેજ કર્યો. હનુમાનજીના મુખ પર એણે વૈરાગ્યની ચમક જોઈ. એકાએક સંસારત્યાગના નિર્ણયને સાંભળીને,લંકાકુમા૨ી વિચારમાં પડી ગઈ. જો કે છેલ્લાં વર્ષોમાં હનુમાનજીનું આધ્યાત્મિક પરિવર્તન તે જોઈ રહી હતી. સંસારનાં સુખોમાં ઉદાસીનતા અને ધર્મધ્યાનમાં તલ્લીનતા એણે જોઈ હતી. તેણે આત્મસાક્ષીએ વિચાર્યું અને બોલી.
‘નાથ, જે આપનો નિર્ણય તે મારો નિર્ણય, હું પણ આપની સાથે સંસારત્યાગ કરીશ.'
લંકારાણીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. હનુમાનજીના મુખ પર પ્રસન્નતા છવાઈ.
For Private And Personal Use Only