________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ૧૧૧. લક્ષ્મણજીનું મૃત્યુ સ્નેહની પરીક્ષા!
સ્નેહની પરીક્ષા સ્નેહીને નથી કરવી, સ્નેહની પરીક્ષા ત્રીજી જ વ્યક્તિને કરવી છે. સ્નેહ માટે સ્નેહીની પરીક્ષા નથી કરવી. બે સ્નેહી વચ્ચે કેવો પ્રેમ છે, એવી જિજ્ઞાસાને સંતોષવા પરીક્ષા કરવી છે. એક સ્નેહીના વિરહમાં બીજો સ્નેહી કેવું દુઃખ અનુભવે છે, એના આધારે સ્નેહની માત્રાનું માપ નીકળે છે.
સ્નેહ આંખોથી જોઈ શકાતો નથી, કાનથી સાંભળી શકાતો નથી, નાકથી સ્થી શકાતો નથી કે જીભથી ચાખી શકાતો નથી. સ્નેહ હૃદયનું એક સંવેદન છે. બીજાના હૃદયનાં સંવેદન કેવી રીતે જોઈ શકાય? પરંતુ એ સંવેદનની પ્રક્રિયાઓ શરીર પર ક્યારેક જોઈ શકાય છે.
બે દેવોએ શ્રીરામ-લક્ષ્મણ વચ્ચે સ્નેહનાં પારખાં કરવાની યોજના ઘડી કાઢી, તેમણે પોતાની યોજનાનું કેન્દ્ર લક્ષ્મણજીના મહેલને બનાવ્યું. લક્ષ્મણજીના સ્નેહની પ્રતિક્રિયાઓ જોવાનો નિર્ણય કર્યો. તેઓ અયોધ્યામાં આવ્યા.
દેવો હતા ને! દેવીશક્તિ એમની પાસે હતી. પોતાની ઇચ્છાઓ અને કલ્પનાઓને તેઓ પ્રતિભાસિત કરી શકતા હતા. તેમણે ઇન્દ્રજાળ રચી.
લક્ષ્મણજી પોતાના મહેલમાં બેઠા હતા. સિંહાસન પર બેસી અંત:પુર સાથે વાર્તા વિનોદ કરતા હતા ત્યાં તેમને કાને રુદનના સ્વરો અથડાયા. એ કંઈ વિચારે એ પૂર્વે તો તેમણે અંતઃપુરની હજારો રાણીઓને રુદન કરતી જોઈ. રાણીઓના માથાના વાળ વીખરાયેલા હતા. આંખોમાંથી ચોધાર આંસુ વહી રહેલાં હતાં. છાતી પર પ્રહાર કરતી, ‘હા રામ... હા પા... હા રામ, આ શું થયું? આવું અકાળ મૃત્યુ! હવે આ વિશ્વનું શું થશે..' આ પ્રમાણે વિલાપ કરી રહી હતી. આખા મહેલમાં રોકકળ મચી ગઈ હતી. વાતાવરણ અતિ ગંભીર બની ગયું હતું.
લમણજી સ્તબ્ધ બની ગયા. તેમની આંખો પહોળી થઈ ગઈ. તેઓ બોલી ઊઠ્યા :
શું મારા પ્રાણપ્રિય ભ્રાતાનું મૃત્યુ થયું? મારા જીવનનો આધાર મૃત્યુ પામ્યા? દુષ્ટ કૃતાન્ત આ શું કર્યું? મને અંધારામાં રાખી, એ યમરાજ આર્યપુત્રને ઉપાડી ગયો?’ લક્ષ્મણજી આગળ બોલી ન શક્યા, કાંઈ વિચાર ન કરી શક્યા અને
For Private And Personal Use Only