________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧0
જૈન રામાયણ એમ હતું કે “જો કોઈ પ્રયોગ સફળ થઈ જાય તો.' અધ્ધર શ્વાસે સહુ તાંત્રિક પ્રયોગોને જોઈ રહ્યા હતા, પરંતુ બે ઘડીને અંતે તાંત્રિકો પણ દૂર ખસી ગયા. શ્રીરામ ચીસ પાડી ઊઠ્યા.
અરે તાંત્રિકો, શું તમે પણ ભ્રાતા લક્ષ્મણજીના વ્યાધિને દૂર ન કરી શક્યા? ક્યાં ગઈ તમારી તંત્રવિદ્યા? ક્યાં ગઈ તમારી કુશળતા?' શ્રીરામે જ્યોતિષીઓ તરફ જોયું ને બોલી ઊઠ્યા :
અરે જ્યોતિષીઓ, તમે કહો. ભ્રાતા લક્ષ્મણને શું થઈ ગયું છે?' જ્યોતિષીઓ મૌન રહ્યા. શ્રીરામની સામે પણ જોવાનું તેમનામાં સામર્થ્ય ન હતું. મહામંત્રીએ શ્રીરામને ચરણવંદના કરી અને બોલ્યા :
હે કૃપાવંત, સર્વ માંત્રિકો, તાંત્રિકો અને જ્યોતિષીઓ નિષ્ફળ ગયા છે. મહારાજા લક્ષ્મણજીના વ્યાધિને કોઈ મિટાવી શકે એમ નથી.'
શ્રીરામ મૂછિત થઈ ગયા. કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભા પણ “હે વત્સ... હે પુત્ર...' કરતી કરુણ રુદન કરવા લાગી. અંતપુરના આકંદની કોઈ સીમા ન રહી. બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્ન આંખમાંથી આંસુ વહાવતાં શ્રીરામની મૂર્છા દૂર કરવાના ઉપાયો કરવા લાગ્યા.
શ્રીરામની મૂચ્છ દૂર થઈ. તેમણે લક્ષ્મણજીના દેહને જોયો. લક્ષ્મણજીના વક્ષઃસ્થલ પર મસ્તક મૂકી શ્રીરામ મોટા સ્વરે રડી પડ્યા. શ્રીરામના રાદને રાજમહેલના પથ્થરોને પણ રડાવી મૂક્યા. શ્રીરામને કોણ શાન્ત રાખે? કોઈની પાસે બોલવાની શક્તિ ન હતી, શબ્દ ન હતા. કોણ કોને શાન્ત રાખે?
બહાર ગયેલા લવ અને કુશ પણ અયોધ્યામાં આવી ગયા હતા. તેઓ દોડતા લક્ષ્મણજીના મહેલમાં પહોંચ્યા. પહોંચતાં જ બંને ભાઈઓ સ્તબ્ધ થઈ ગયા. રુદન, દન. અને રુદન, શ્રીરામ રડે, કૌશલ્યા ને સુમિત્રા-સુપ્રભા રડે, બિભીષણ ને સુગ્રીવ રડે, આવેલ સેંકડો હજારો રાજા-મહારાજાઓ રડે.
લવ-કુશે લક્ષ્મણજીના નિચેષ્ટ દેહને જોયો. તેઓ પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. લક્ષ્મણજીના દેહને આલિંગન આપતાં “હે તાત, અમને મૂકીને ક્યાં ચાલ્યા ગયા? અમે નિરાધાર બની ગયા. આપના વિના અમારું જીવન શૂન્ય થઈ ગયું.” આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા.
મહેલો રડતા હતા, રસ્તાઓ રડતા હતા, એકએક ઘર રડતું હતું. સમગ્ર બ્રહ્માંડ જાણે શોકાર્વતમય બની ગયું હતું. શોકમાં બધું જ શૂન્ય ભાસતું હતું.
For Private And Personal Use Only