________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૯
લક્ષ્મણજીનું મૃત્યુ
હજુ વૈદ્યો કેમ ન આવ્યા?'
મહારાજા, તેઓ ત્વરિત ગતિએ ઔષધો લઈને આવી રહ્યા છે.' મહામંત્રી જવાબ આપે છે તે સાથે જ વૈદ્યોએ મહેલમાં પ્રવેશ કર્યો. મહેલમાં આવીને શ્રીરામને પ્રણામ કર્યા. શ્રીરામ સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને વૈદ્યોના હાથ પકડીને બોલ્યા :
“હે વૈદ્યરાજો, તમે જુઓ, મારા અનુજને શું થઈ ગયું છે? એ બોલતો નથી, ચાલતો નથી, તમે જલ્દી ઉપચાર કરો.”
વૈદ્યોએ લક્ષ્મણજીના દેહને જોયો, મુખને જોયું. તરત તેમના મનમાં નિર્ણય થઈ ગયો કે લક્ષ્મણજી મૃત્યુ પામ્યા છે, પરંતુ એ નિર્ણય તરત જાહેર કરવામાં મોટું જોખમ હતું. તેમણે લક્ષ્મણજીની નાડી તપાસવા માંડી, આંખો તપાસી, પેટ તપાસ્ય અને ઔષધિ કાઢીને એમને મસ્તકે, પગે અને છાતી પર ઘસવા માંડી.
મહારાજા, અમે અમારાથી બધા જ ઉપાયો શરૂ કરીએ છીએ.” વૈદ્યોએ શ્રીરામને આશ્વાસન આપ્યું. ઉપચારની પ્રક્રિયા ચાર ઘડી સુધી ચાલુ રહી, પરંતુ નિષ્ફળ. જો કોઈ ઔષધિ મૃત્યુ પામેલાને પણ જીવિત કરતી હોય તો તો કોણ મૃત્યુ પામે? વૈદ્યોના મુખ પર નિરાશા તરવરી ઊઠી. શ્રીરામ સામે દિન મુખે જઈ વૈદ્ય બોલ્યા : “મહારાજા, છેલ્લામાં છેલ્લા ઉપચારો પણ નિષ્ફળ નીવડ્યા છે.'
શ્રીરામે મહામંત્રી સામે જોયું ને બોલ્યા :
મહામંત્રી, નગર શ્રેષ્ઠ માંત્રિકો, તાંત્રિકો અને જ્યોતિષીઓને બોલાવો. તરત જ મહામંત્રી ઊભા થયા અને સેવકોને મોકલી માંત્રિકો, તાંત્રિકો અને
જ્યોતિષીઓને બોલાવી તેડાવ્યા. માંત્રિકોએ આવતાં જ પોતાના મૃત્યંજયી મંત્રોના પ્રયોગ આરંભી દીધા. ખ્યાતિપ્રાપ્ત માંત્રિકોએ વિશ્વાસ સાથે પ્રયોગ કરવા માંડ્યા. એક ઘડી, બે ઘડી, ત્રણ ઘડી, સમય વીતતો જાય છે, પરન્તુ મંત્રોની કોઈ જ અસર લક્ષ્મણજીના દેહ પર જણાઈ નહિ. માંત્રિકોએ હાથ ધોઈ નાંખ્યા. તાંત્રિકોએ પોતાના પ્રયોગ શરૂ કર્યા. શ્રી રામનું ધર્ય ઘટતું જતું હતું. તાંત્રિકોને તેમણે કહ્યું :
“જોજો, પ્રયોગ બરોબર કરજો. પ્રયોગ નિષ્ફળ ન જાય. જો તમે સફળ થશો તો તમને એક રાજ્ય બક્ષિસ આપીશ.” કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભા પણ આવી પહોંચ્યાં હતાં. સહુના મનમાં
For Private And Personal Use Only