________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૯૧૪
‘મોટાભાઈ, શું આપણને તાતપાદ અનુમતિ આપશે, આ સંયોગોમાં?' ‘અનુમતિ? આ સંયોગોમાં તાતપાદ અનુમતિ ન જ આપે. પરંતુ એની ખાતર સંસારમાં રહેવાય પણ નહીં.'
લવના પ્રત્યુત્તરથી કુશ વિચારમાં પડી ગયો. લવે કુશનું સમાધાન કરવા પુનઃ કહ્યું :
‘મોક્ષમાર્ગની આરાધના કરવી છે, આત્માનું કલ્યાણ કરવું છે. સમય કટોકટીનો છે. એ વખતે બીજા વિચારો ન જ કરાય. સ્નેહાધીન પિતાજી આપણને અનુમતિ ન જ આપે. અરે, જ્યારે ભ્રાતૃવિરહનું દુ:ખ શમી જશે, પિતાજી સ્વસ્થ બનશે ત્યારે તેઓ સ્વયં પણ સંસારમાં નહીં રહે! લક્ષ્મણજી વિનાનો સંસાર તેમને અકારો લાગશે!'
લવે શ્રી રામચંદ્રજીના ભાવિ તરફ નિર્દેશ કર્યો તે તેનું અનુમાન હતું, અનુમાનમાં સત્ય છુપાયેલું હતું. લક્ષ્મણજીનો સંયોગ જ ચારિત્રમાં બાધક હતો. લક્ષ્મણજીના મૃતદેહ પરથી રાગ દૂર થતાં શ્રીરામ સંસારત્યાગ કરે તો નવાઈ નહીં. લક્ષ્મણજી વિનાના મહેલો એમને જરાય ગમે નહીં; આ વાત લવ સારી રીતે સમજતો હતો. એના મનમાં એક નવો વિચાર આવ્યો.
‘અને કુશ માની લે કે પિતાજીએ અનુમતિ ન આપી, તો શું આપણે સંસારમાં રહેવાનું? રહી શકીશું? તું વિચાર કર. આપણે પિતાજીનો અનાદર કરી રહ્યા નથી . અનાદર થાય જ કેવી રીતે? તેમના જેવા મહાપુરુષ પ્રત્યે અનાદર થઈ જ ન શકે. અત્યારે તેમના હૃદયની જે સ્થિતિ છે, એ સ્થિતિમાં એમની પાસેથી અનુમતિ મેળવવી અશક્ય છે, માટે માત્ર નિવેદન કરીને જાણ કરીને આપણે નીકળી જઈએ..’
કુશ પલંગમાંથી ઊઠીને, મહેલના ઝરૂખામાં ગયો. લવ પણ એની પાછળ જ ઝરૂખામાં ગયો. હમેશાં આ ઝરૂખો અયોધ્યાની રમણીયતા, મોહકતા ૫૨ છવાયેલા શોકના ઘેરા અંધકાર બતાવે છે, ઉદાસીનતા બતાવે છે અને સંસારની નિર્ગુણતા બતાવે છે! લવ અને કુશ મૌન છે. પણ મન મૌન નથી. બંનેની દૃષ્ટિ અયોધ્યા ૫૨ મંડાઈ છે, પરંતુ તેઓ સ્થૂલ નથી જોતા, તેઓ સૂક્ષ્મને શોધે છે. થોડોક સમય વીત્યો. લવે કુશના ખભે હાથ મૂક્યો અને બોલ્યો :
‘આ અંધકાર કરતાં પણ ઘેરો અંધકાર અંતરાત્મામાં છવાયેલો છે! અજ્ઞાનનો અંધકાર! અજ્ઞાનના અંધકારમાં જીવ આ વિશ્વની યથાર્થ સ્થિતિને જોઈ શકતો
For Private And Personal Use Only