________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્નેહ-ઉન્માદ
૯૧૯
પ્રયત્ન કરીએ.’ સુગ્રીવ અને શત્રુઘ્ને માથું હલાવી સંમતિ આપી; પરંતુ પરિણામ વિશે એમના મનમાં વિશેષ આશા ન હતી. રાગની વિહ્વળતા ને દ્વેષની પ્રબળતામાં કોઈને સમજાવી શકાતા નથી. એ સમયે મનુષ્ય સમજવાની સ્થિતિમાં જ હોતો નથી.
તે છતાં બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્ને પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યો. આ પણ જાણે મનુષ્યનો સ્વભાવ છે! જાણવા છતાં કે ‘આ સમજાવ્યો સમજે એમ નથી’ છતાં એને સમજાવવાના પ્રયત્ન મનુષ્ય કરે છે! આ એક રાગની વિવશતા નથી શું!
‘ત્રિપુટી શ્રી રામ પાસે આવી. શ્રી રામ લક્ષ્મણજીના મૃતદેહને પોતાના બે હાથથી પંપાળી રહ્યા હતા. તેમણે બિભીષણ વગેરેની સામે જોયું. શ્રી રામની આંખોમાં નરી કરુણતા ભરી હતી; દીનતા ને વિવશતા ભરી હતી. તેઓ યુદ્ધના મેદાન પર રાવણ જેવા શત્રુને યમલોક પહોંચાડી શકતા ભાઈ જેવા ભાઈ લક્ષ્મણને જિવાડી શકતા નથી! આ શું વિવશતા નથી?
‘મહારાજા, આપ ધૈર્ય ધારણ કરો. આપ ધીર પુરુષોમાં પણ ધીર છો.. આપ વીરપુરુષોમાં પણ વીર છો. પ્રભો, અમને લજ્જા આવે છે આપની આ અધીરતા જોઈને. હે મહાપુરુષ, હવે લક્ષ્મણજીના મૃતદેહનો આપ ત્યાગ કરો. એની ઉત્તરક્રિયા કરવી જોઈએ. આપ સમજો કે લક્ષ્મણજી મૃત્યુ પામ્યા છે.'
બિભીષણે ગદ્ગદ્ સ્વરે, આંખોમાં આંસુ સાથે શ્રીરામને પ્રાર્થના કરી. પરંતુ ‘લક્ષ્મણજી મૃત્યુ પામ્યા છે.’ આ શબ્દો સાંભળીને શ્રી રામ ૨ોષથી ધમધમી ઊઠ્યા. તેમના હોઠ કંપી ઊઠ્યા. આંખો લાલ થઈ ગઈ :
‘મારો ભ્રાતા જીવે છે. આ તમે શું બોલો છો? અરે દુષ્ટ, મારો આ ભ્રાતા તો દીર્ઘાયુ છે. મૃતકાર્ય જો ક૨વું હોય તો તમે બધા તમારા ભાઈઓ, સ્નેહીઓ સાથે બળી મરો. મારો ભાઈ મૃત્યુ નથી પામ્યો.' લક્ષ્મણજી તરફ ફરીને શ્રી રામ બોલ્યા :
‘હે ભ્રાતા! વત્સ લક્ષ્મણ, તું જલ્દી બોલ. તું મને કેમ કકળાવે છે? જો આ બધા દુર્જનો આવી પહોંચ્યા છે. અથવા શું તું આ દુષ્ટોની સમક્ષ બોલવા નથી ચાહતો? ખલપુરુષો પર શાને રોષ કરવો?’
બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્ન જમીન પર દૃષ્ટિ સ્થાપીને, શ્રી રામની અસંગત વાતો સાંભળી રહ્યા. તેમના હૃદયમાં અપાર દુ:ખ થયું.. શ્રી રામચંદ્રજી તો લક્ષ્મણજીના મૃતદેહને ખભે ઉપાડી બીજા મહેલમાં ચાલ્યા ગયા.
બિભીષણ, સુગ્રીવ, અને શત્રુઘ્ન નિરાશ થઈ ગયા પ્રયત્ન સફળ ન થયો.
For Private And Personal Use Only