________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લવ-કુશનું નિર્વાણ
૯૧૩ લવ કુશની સામે જોઈ રહ્યો. કુશ લવની દૃષ્ટિમાં દષ્ટિ મિલાવીને, લવના હૃદયગત ભાવોને વાંચી રહ્યો હતો.
કુશે લવની વાત એકાગ્રતાથી સાંભળી. તેણે કહ્યું : “મોટાભાઈ, આપની વાત સાચી છે. જેમ મૃત્યુ અનિવાર્ય છે, તેમ મૃત્યુ પછી જન્મવાનું પણ ખરું ને? આ પુનઃ પુનઃ જન્મ અને પુનઃ પુનઃ મરણ ક્યાં સુધી? ફરીથી જન્મ જ ન લેવો પડે તેવો મહાન પુરુષાર્થ આ જીવનમાં કરી લેવો જોઈએ. મૃત્યુ ક્યારે આવી જાય, કોણ જાણે છે? જો આત્માને વિશુદ્ધિ કર્યા વિના મૃત્યુ આવી ગયું તો?”
કુશના મુખ પર ગંભીરતા છવાયેલી હતી. રુદનથી તેની આંખો સૂજી ગઈ હતી. એક એક શબ્દ એના નાભિપ્રદેશથી ઊઠતો હતો. લવ કુશની આંખોમાં ભવનિર્વેદ જુએ છે. કુશના શબ્દોમાં ધર્મપુરુષાર્થની હાક સાંભળે છે.
જ્યારે ચારે બાજુ લક્ષ્મણજીના મૃત્યુનો વિષાદ છવાયેલો છે, શોક, આઝંદ અને વિલાપના ધ્વનિથી અયોધ્યાનું વાયુમંડલ પણ આર્દ્ર બની ગયેલું છે, ત્યારે શ્રીરામના બે કુમારો લવ અને કુશ જન્મ, જીવન અને મૃત્યુના હૃદયસ્પર્શી ચિંતનમાં ડૂબી ગયા છે. “જેમ અચાનક મૃત્યુ લક્ષ્મણજીને ભરખી ગયું, તેમ અમને પણ કેમ ન ભરખી જાય? અને પરલોકની કોઈ જ તૈયારી વિના પરલોકમાં ક્યાં જવાનું થાય? પુનઃ ગર્ભાવાસમાં પુરાવાનું? પુનઃ જન્મ અને પુનઃ મૃત્યુ? કોઈપણ સમયે મૃત્યુ આવી શકે છે તો સતત જાગ્રત રહી ધર્મપુરુષાર્થ કરી લેવો જોઈએ.”
એ દિવસોમાં નિદ્રા ચાલી ગઈ હતી. કોણ અયોધ્યાવાસી સૂતો હતો? કોણ નિદ્રાધીન થયો હતો? લવ અને કુશે સતત ત્રણ રાત જાગીને વિતાવી હતી. આજે ત્રીજી રાત હતી. બંને રાજકુમારોનું અંતઃપુર માતા સુમિત્રાની સેવામાં ઉપસ્થિત હતું, એટલે કુમાર મહેલમાં એકલા જ હતા. એમના આત્મચિંતનમાં એ એકાંત સહાયક બન્યું હતું.
‘કુશ, મને તો એક ક્ષણનો પણ વિલંબ કરવો રુચતો નથી. સંસારનો ત્યાગ કરી ચારિત્રનો સ્વીકાર કરી, આત્માની વિશુદ્ધિ માટે પુરુષાર્થ આરંભી દઈએ.”
સત્ય છે, મારું મન પણ આ સંસારથી ઉદ્વિગ્ન બની ગયું છે. માતાજીના માર્ગે ચાલ્યા જઈએ. આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરી જન્મ-મરણને મિટાવી દઈએ.” કુશે પોતાના હૃદયગત ભાવો વ્યક્ત કરી દીધા. પરંતુ તેના મુખ પર ચિતાની રેખાઓ ઊપસી આવી.
For Private And Personal Use Only