________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૮.
જૈન રામાયણ “અરે, અકાળે અમંગળ? શા માટે? હું જીવંત છું અને આ અનુજ લક્ષ્મણ જીવિત છે, પછી તમારે રોવાનું શા માટે?' સિંહાસન પર નિચ્ચેષ્ટ પડેલા લક્ષ્મણજીના દેહને જોઈ શ્રીરામ બોલી ઊઠ્યા :
ભાઈ, લમણ તને શું થયું છે? શો રોગ છે? તું બોલતો કેમ નથી? વ્યાધિનું નિવારણ ઔષધ છે. હું ઔષધોપચાર કરાવું છું.' રાણીઓ સામે જોઈને શ્રીરામે કહ્યું :
‘તમે રડો નહીં. મારા લઘુબંધુને કોઈ રોગ છે, હમણાં અયોધ્યાના શ્રેષ્ઠ વૈદ્યો આવશે અને ચિકિત્સા કરશે.'
સમગ્ર મંત્રીમંડલ મહેલમાં આવી પહોંચ્યું હતું. મહામંત્રી તો સમજી જ ગયા હતા કે “લક્ષ્મણજી મૃત્યુ પામ્યા છે. પરંતુ શ્રીરામને પોતાનો નિર્ણય તેઓ જણાવી શકે એમ ન હતા, શ્રીરામ “લક્ષ્મણ મૃત્યુ પામે” એ માને એમ જ ન હતા, પરંતુ મહામંત્રીએ વિમાન દ્વારા બિભીષણ, સુગ્રીવ વગેરેને તરત બોલાવી લીધા હતા. શત્રુઘ્ન શ્રીરામની પાસે આવીને બેસી ગયા હતા. શત્રુષ્ણને ખ્યાલ આવી ગયો હતો કે “લક્ષમણજી મૃત્યુ પામ્યા છે. હવે વૈદ્યો કંઈ જ કરી શકે એમ નથી. પરંતુ શ્રીરામને સમજાવી શકાય એમ ન હતું.
જો કે શત્રુઘ્ન, વિશલ્યા વગેરે રાણીઓ અને મંત્રીમંડળ “લક્ષ્મણજી મૃત્યુ પામ્યા' એ વાત જાણી ગયાં. પરંતુ લક્ષ્મણજીનું મૃત્યુ કેવી રીતે થયું, એ જાણી ન શક્યાં. કેવી રીતે જાણે? એ જાણનાર બે દેવો હતા ને એક લક્ષ્મણ હતા! પરંતુ લક્ષ્મણજીના મૃત્યુના એ દિવસે કોને નહોતા રડાવ્યા? એ અભાગી દિવસે કોની આંખો આંસુભીની નહોતી થઈ?
અયોધ્યાનાં લાખો સ્ત્રી-પુરુષો રાજમહેલની સમક્ષ લક્ષ્મણજીનાં અંતિમ દર્શન કરવા ભેગાં થયાં હતાં. વિમાનોમાં હજારો-લાખો વિદ્યાધરો અયોધ્યામાં આવી રહ્યા હતા. આકાશ વિમાનોથી છવાઈ ગયું હતું. વિદ્યાધર રાજાઓ લક્ષ્મણજીના મહેલમાં આવી ચૂપચાપ બેસી જતા હતા. સહુને ખ્યાલ આવી ગયો કે, “શ્રીરામ હજુ લક્ષ્મણજીને મૃત્યુ પામેલા માનતા નથી.”
દેશ-વિદેશમાં, માનવ ને વિદ્યાધરોની દુનિયામાં લક્ષ્મણજીના મૃત્યુના સમાચાર હાહાકાર વર્તાવી દીધો.
શ્રીરામ લક્ષ્મણજીના સિંહાસન પર બેસી ગયા હતા. લક્ષ્મણજીને માથે હાથ ફેરવતાં બોલતા હતા : 'વત્સ! તને શું થઈ ગયું? આ કેવો વ્યાધિ આવી ગયો? તું બોલી પણ શકતો નથી?' મહામંત્રી સામે જોઈ શ્રીરામ તીવ્ર સ્વરથી બોલી ઊંડ્યા :
For Private And Personal Use Only