________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મણજીનું મૃત્યુ
૯૦૭ એમનું હૃદય બંધ પડી ગયું. પ્રાણપંખેરું ઊડી ગયું. સિંહાસન પર જ મૃત્યુ પામ્યા.
પરમ સ્નેહી એવા શ્રીરામના મૃત્યુના આભાસે લક્ષ્મણજીના પ્રાણ હરી લીધા. કર્મોનો કેવો દારુણ વિપાક? કોણ એ વિપાકને-પરિણામને ખાળી શક્યું છે?
દેવોએ લક્ષ્મણજીને મૃત્યુ પામેલા જોયા અને તેઓ ધ્રુજી ઊઠ્યા. બેબાકળા બની ગયા. તેઓ વિષાદગ્રસ્ત બની એકબીજા સામે જોવા લાગ્યા.
અહો, આ આપણે શું કર્યું? વિશ્વનો આધાર, ભારતનો પ્રાણ આપણે હરી લીધો. અરેરે! આ શું કરી બેઠા! સ્નેહનાં આવાં પારખાં હોય ખરાં? કેવું અવિચારી કૃત્ય કર્યું? ખરેખર, દેવરાજ ઇન્દ્રનાં વચનોમાં જ વિશ્વાસ રાખ્યો હોત તો આવું ન બનત. અથવા સ્નેહના પારખાં કરવાનો બીજો કોઈ ઉપાય કર્યો હોત તો વિશ્વના આવા શ્રેષ્ઠ પુરુષનું મૃત્યુ ન થયું હોત. લક્ષ્મણજીના મૃત્યુના સમાચાર શ્રીરામને મળશે ત્યારે શું થશે? શું લક્ષ્મણજીના મૃત્યુના આઘાતને શ્રીરામ સહન કરી શકશે? શ્રી રામનો લક્ષ્મણજી ઉપર અત્યંત સ્નેહ છે. લક્ષ્મણજીનું મૃત્યુ શ્રીરામના.” દેવો વિહ્વળ બની ગયા. બીજી દુર્ઘટનાના બનાવની કલ્પનાથી થરથર ધ્રુજી ઊઠ્યા.
સ્નેહની પરીક્ષા થઈ ગઈ. પણ પરિણામ શું આવ્યું? “રામ-લક્ષ્મણનો પ્રેમ અદ્વિતીય છે, એનો નિર્ણય થઈ ગયો. પરંતુ પરિણામ શું? દેવોને આવી પરીક્ષા લેવાની શી જરૂર હતી? એવા અખતરા કરવાના હોય? બીજા જીવોના જીવનમાં, પરિણામનો વિચાર કર્યા વિના, જો હસ્તક્ષેપ કરવામાં આવે તો આવા અનર્થ સર્જાતા હોય છે.
હૃદયમાં અપાર વેદના, આંખો દીનતાપૂર્ણ વિવશતા અને થઈ ગયેલા પાપનો ઘોર પશ્ચાત્તાપ લઈ, દેવો દેવલોક તરફ ચાલ્યા ગયા. રચેલી ઇન્દ્રજાળ સમેટાઈ ગઈ. ઇન્દ્રજાળ સર્જેલી ભયંકર હોનારત રહી ગઈ. સિહાસન ઉપર નિષ્ટ દશામાં, નિષ્ઠાણ લક્ષ્મણજીને જ્યારે અંતઃપુરની સ્ત્રીઓએ જોયા ત્યારે રાણીઓ ચીસ પાડી ઊઠી.
“હે સ્વામીનાથ, શું થયું આપને? આપ આમ કેમ બેઠા છો?' રાણીઓએ લક્ષ્મણજીના દેહને સ્પર્શ કરી જોયો. પ્રાણ વિનાના દેહને સ્પર્શ કરે કે એ દેહને હચમચાવે, શું કરવાનું? રાણીઓનું હૈયાફાટ રુદન અયોધ્યાની ગલીઓમાં પડઘા પાડવા માંડ્યું. ત્વરિત ગતિએ મૃત્યુના સમાચાર રાજમહેલોમાં અને અયોધ્યામાં પહોંચી ગયા. શ્રી રામ, રાણીઓના રુદનને સાંભળીને તરત દોડી આવ્યા. વિશલ્યાનો કરુણ વિલાપ જોઈ રામચન્દ્ર બોલી ઊઠ્યા.
For Private And Personal Use Only