________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૪
જૈન રામાયણ નિરંતર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. વરઘોડો નગરના બાહ્ય-ઉદ્યાનમાં આવી પહોંચ્યો.
ભગવાન મુનિસુવ્રત સ્વામીનો જય હો!” આચાર્ય ધર્મરત્નસૂરિનો જય હો!”
જયનાદથી ઉદ્યાન ગુંજી ઊઠ્યું. હનુમાનજી લંકારાણી સાથે રથમાંથી ઊતરી, આચાર્યદેવની પાસે પહોંચ્યા. વંદના કરી વિનયપૂર્વક યથાસ્થાને ઊભા રહ્યા. ક્રમશઃ દરેક રાજારાણી રથમાંથી ઊતરીને દીક્ષામંડપમાં આવવા લાગ્યાં. આચાર્યદેવે શુભ સમયે ચારિત્રમદાનની ક્રિયા આરંભી દીધી.
સાડા-સાતસો રાજાઓ અને સાડા-સાતસો રાણીઓ ચારિત્રી બન્યાં. કેશલેચન કરીને કષાયોનું લંચન કરવાના સંકલ્પવાળાં બન્યાં. હનુપુરનગરની ભૂમિ ત્યાગી મહાપુરુષોના મહાભિનિષ્ક્રમણથી પાવન-પાવન બની ગઈ.
સાડા-સાતસો આયંઓને પ્રવ્રજિત કરી, આર્યા લક્ષ્મીવતીજીએ હનુપુરથી પ્રયાણ કર્યું. સાડા-સાતસો નૂતન મુનિવરોને લઈ આચાર્યદેવ ધર્મરત્નસૂરિએ પણ હનુપુરથી પ્રસ્થાન કર્યું.
રાજાઓ અણગાર બની ગયા. રાણીઓ આર્યા બની ગઈ. દુનિયા સ્તબ્ધ બની ગઈ! હનુમાનજીએ કર્મોનો ક્ષય કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું.
જ્યારે અયોધ્યામાં શ્રીરામને હનુમાનજી પ્રવ્રજિત બન્યાના સમાચાર મળ્યા ત્યારે શ્રીરામ ઊંડા વિચારમાં પડી ગયા.
હનુમાને શા માટે ચારિત્ર લીધું? શા માટે સંસારના વિપુલ સુખોનો ત્યાગ કર્યો? એને શાનું દુઃખ હતું? સુખ-વૈભવ અને સંપત્તિનો ત્યાગ કરી, કષ્ટમય ચારિત્ર એણે શા માટે સ્વીકાર્યું? ખરેખર, હનુમાને બરાબર ન કર્યું.”
શ્રીરામે કેવું વિચાર્યું!!! એ જ ભવમાં નિર્વાણ પામનારા એ મહાપુરુષને પણ કર્મની વિટંબણા કેવી? ભરતજી અને સીતાજીએ ચારિત્ર લીધેલું છે, કૃતાંતવદને ચારિત્ર લીધેલું છે, એ પ્રસંગો શ્રીરામે જોયા છે છતાં આજે હનુમાનજી માટે તેઓ કેવો વિચાર કરે છે!!
દેવલોકનો સૌધર્મ-ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. શ્રીરામને જુએ છે. શ્રીરામના વિચારો જાણે છે. તે સ્તબ્ધ થઈ જાય છે : “ચરમ-શરીરી શ્રીરામ ચારિત્રધર્મને હસી કાઢે છે? આ જ જીવનમાં તેઓ સ્વયં ચારિત્રી બનવાના છે!
For Private And Personal Use Only