________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૨
જૈન રામાયણ મહારાજા, આપનું કથન સત્ય છે, સંસાર પ્રત્યે અણગમો, એ શું દ્વેષ નથી? રાગ-દ્વેષથી મુક્ત થવાનો પુરુષાર્થ અણગમો, એ શું ષ નથી? રાગદ્વેષથી મુક્ત થવાના પુરુષાર્થમાં આ અણગમો બાધક ન બને?”
મહાનુભાવ! સંસાર ત્યાજ્ય છે, હેય છે, જે પદાર્થ જેવો હોય તે પદાર્થ પ્રત્યે તેવો ભાવ જાગે, તેમાં દોષ નથી. હેય પ્રત્યે હેય ભાવ અને ઉપાદેય પ્રત્યે ઉપાદેય ભાવ હોવો જોઈએ. એમ કરતાં આત્માને સમત્વની પ્રાપ્તિ થાય, સમત્વથી સિદ્ધિ પ્રાપ્ત થાય.'
રાજાઓને હનુમાનજીનાં વચનોથી ખૂબ તૃપ્તિ થતી જાય છે, એમનાં મનનું સમાધાન થતું જાય છે. તેમનો આંતર-ઉત્સાહ વધતો જાય છે. શ્વેતકીર્તિ બોલી ઊઠ્યા : “હે મહાપુરુષ, હું પણ આપની સાથે જ ચારિત્ર સ્વીકારીશ.” સભામાં ઉપસ્થિત રાજાઓ બોલી ઊઠ્યા : ‘અમે પણ આપની સાથે ચારિત્ર સ્વીકારીશું. અમે પણ સંસારત્યાગ કરીશું. માનવજીવનના મહાન કર્તવ્યને અદા કરીશું.
“ધન્ય છે તમને સહુને, તમે સહુ ચારિત્રપંથે ચાલશો, તમે મુક્તિનો પુરુષાર્થ કરશો તો તેનાથી તમારું આત્મ-કલ્યાણ તો સધાશે જ, પ્રજાને પણ ત્યાગનો ઉચ્ચતમ્ આદર્શ પ્રાપ્ત થશે.”
હનુમાનજીએ સાડા-સાતસો રાજાઓના સંકલ્પને વધાવ્યો, અનુમોદના કરી. શ્વેતકીર્તિએ ઊભા થઈ વિનયપૂર્વક કહ્યું :
હે કૃપાનાથ! જ્યારે અમે સહુ-સાડા સાતસ રાજાઓ આપની સાથે ચારિત્ર લઈએ તો અમારે અમારા રાજ્યોમાં સૂચના તો આપવી જોઈએ ને? રાજપરિવારોને પણ સૂચના કરવી જોઈએ ને? મંત્રીવર્ગને સૂચના કરીને રાજકુમારોના રાજ્યાભિષેક પણ કરવા પડે ને? માટે આપ કૃપા કરીને થોડા દિવસ લંબાવો, જેથી સહુનો માર્ગ નિર્વિઘ્ન બને.'
હનુમાનજીને રાજા શ્વેતકીર્તિની વાત ઉચિત લાગી. તેમણે એક સપ્તાહનો સમય આપ્યો. સભા વિસર્જિત થઈ. દરેક રાજાએ પોતપોતાના દૂતોને પોતપોતાના રાજ્યમાં રવાના કરી, સૂચના-સંદેશા મોકલી આપ્યાં. સાડા સાતસો રાજ્યમાં સમાચાર વાયુવેગે પહોંચી ગયા, “હનુમાનજી સાથે સાડા સાતસો રાજાઓ ચારિત્રને માર્ગે-ત્યાગને માર્ગે જાય છે.' લાખો સ્ત્રી-પુરુષો હનુપુર આવવા
For Private And Personal Use Only