________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯oo
જૈન રામાયણ તે જ ઉચિત છે દેવી, શાશ્વત સુખ મેળવવા સંસારનાં અસ્થિર ચંચળ સુખોનો ત્યાગ કરવો જ રહ્યો.”
લંકારાણી પોતાના શયનકક્ષમાં ગયાં. હનુમાનજી પંચપરમેષ્ઠીનું ધ્યાન કરતા કરતા નિદ્રાધીન થયા.
બીજે દિવસે પ્રભાતે નિત્યકર્મથી નિવૃત્ત થઈ હનુમાનજીએ મહામંત્રીને બોલાવ્યા, મહામંત્રીને તેમણે પોતાનો નિર્ણય જણાવ્યો અને રાજકુમારના રાજ્યાભિષેકની તૈયારીઓ કરવા સુચના આપી. સાથે સાથે પોતાના મિત્રરાજાઓને અને આજ્ઞાંકિત રાજાઓને પણ સમાચાર પાઠવીને, પોતાના સંસારત્યાગના નિર્ણયની જાણ કરી.
અંતઃપુરમાં અને હનુપુરમાં વાત વાયુવેગે પ્રસરી ગઈ. “લંકારાણી પણ હનુમાનજી સાથે ચારિત્ર લેવાનાં છે,” એ વાત પણ પ્રસરી ગઈ. અંતઃપુરની રાણીઓ હનુમાનજી પાસે આવી. તેમણે પણ ચારિત્રને માર્ગે ચાલવાની ઇચ્છા વ્યક્ત કરી.
જેમ જેમ બીજા રાજાઓને સમાચાર મળતા ગયા તેમ તેમ તે હનુપુર આવવા લાગ્યા. સાડા સાતસો રાજાઓ હનુપુરમાં આવી પહોંચ્યા. શુભ દિવસે રાજકુમારનો રાજ્યાભિષેક કરી દેવામાં આવ્યો. એ અરસામાં નજીકમાં વિચરતા આચાર્ય ભગવંત ધર્મરત્નસૂરિ પણ હનુપુર પધારી ગયા. બીજી બાજુ સાધ્વીજી લક્ષ્મીવતીજી પણ શિષ્યાઓના વિશાળ પરિવાર સાથે હનુપુરમાં આવી ગયાં.
વિદ્યાધરીની દુનિયામાં હનુમાનજીના સંસારત્યાગના સમાચારે ભારે ઉત્તેજના પેદા કરી દીધી. સહુનાં મસ્તક એ મહાન પરાક્રમી રાજાને ચરણે નમી પડ્યાં. લાખો વિદ્યાધરો દીક્ષા મહોત્સવમાં ભાગ લેવા હનુપુરમાં આવી પહોંચ્યા.
હનુમાનજી પરિવાર સાથે ધર્મરત્નસૂરિજીનાં દર્શનવંદને ઉદ્યાનમાં પહોંચ્યા. વિધિપૂર્વક વંદના કરીને, આચાર્યદેવની સમક્ષ વિનયપૂર્વક બેઠા. આચાર્યદેવે ધર્મલાભ'ના આશીર્વાદ આપ્યા. હનુમાનજીએ અંજલિ જોડી કહ્યું :
હે કૃપાનાથ, આ સંસારનાં વિષયસુખોથી મારું મન નિવૃત્ત થયું છે. આત્માનું શાશ્વત સુખ મેળવવા હું ઉત્કંઠિત થયો છું. અસ્ત થતા સૂર્યને જોઈ મારો અંતરાત્મા જાગી ગયો છે. મને ચારિત્રરત્ન આપી, મારો આ ભવસાગરથી ઉદ્ધાર કરો.” વિનય-નમ્રતા અને સંવેગ-વૈરાગ્યભરી વાણીમાં હનુમાનજીએ આચાર્યદેવને પ્રાર્થના કરી. આચાર્યદેવ બોલ્યા : “હે મહાનુભાવ! તમારી ભાવના ઉચિત છે, તમારો નિર્ણય પ્રશસ્ત છે. માનવજીવન મોક્ષપ્રાપ્તિના
For Private And Personal Use Only