________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભામંડલનું મૃત્યુ બોલાવી ગુપ્ત મંત્રણાઓ કરી. મંત્રીમંડળ પણ વૈતાદ્ય-વિજયની યોજનામાં સંમત થઈ ગયું. દિવસો વીતે છે. ભામંડલનું મન વૈતાઢચ વિજયની યોજનામાં ગૂંથાયું છે.
એક દિવસ ભામંડલ મહેલની અગાસીમાં ઊભા હતા. એકલા જ ઊભા ઊભા આકાશના રંગો નિહાળતા હતા. તેમની કલ્પનાસૃષ્ટિમાં આર્યા સીતાજી આવ્યાં : કેવું અદ્ભુત જીવન! આત્માના કલ્યાણનું જીવન, હું પણ એવું જીવન ચાહું છું. પરંતુ એક વાર હું સમગ્ર વૈતાદ્યનો સ્વામી બનું, સર્વત્ર યથેચ્છા વિચરી શકું, પછી શ્રમણ બનું. શ્રમણ બનીને ઘોર તપશ્ચર્યા કરી, ઇન્દ્રિયોનું દમન કરીશ. દિવસોના દિવસો સુધી ધ્યાનસ્થ દશામાં રહીશ. કષાયોનું શમન કરીશ. કર્મનાં બંધનોથી મુક્ત થવા સતત પુરુષાર્થ કરીશ. મારી કામનાઓ પૂર્ણ થશે.'
આ વિચારોમાં ભામંડલ લીન હતા ત્યાં જ એક ભયંકર અકસ્માત થયો. આકાશમાંથી વિદ્યુત (વીજળી) ભામંડલ પર તૂટી પડી. ભામંડલનો દેહ પટકાઈ પડ્યો. મહેલ ધણધણી ઊઠ્યો.
ભામંડલનું પ્રાણપંખેરું ઊડી ગયું. દ્વારે ઊભેલા સૈનિકો ધસી આવ્યા. પરંતુ તેઓ શું કરી શકે? મહેલમાં સમાચાર ફરી વળ્યા. અંતઃપુર દોડી આવ્યું. મંત્રીમંડળ આવી પહોંચ્યું. નગરમાં જેમ જેમ વાત ફેલાઈ, તેમ તેમ લાખો સ્ત્રીપુરુષો શોકસાગરમાં ડૂબી ગયા. જરાય વિલંબ કર્યા વિના સમાચાર અયોધ્યા પહોંચાડવામાં આવ્યા.
ભામંડલનું મૃત્યુ? વિદ્યુત્પાતથી?' શ્રીરામ, લક્ષ્મણજી, લવ-કુશ વગેરે સ્તબ્ધ થઈ ગયા. તરત જ પુષ્પક વિમાનમાં બેસી સહુ રથનૂપુર નગરમાં આવી પહોંચ્યા. ભામંડલના પ્રાણવિહોણા દેહને જોઈ, સહુની આંખો આંસુભીની થઈ ગઈ. વૈતાઢ્ય પર્વતના અનેક રાજાઓ પણ ઉપસ્થિત થઈ ગયા હતા. બિભીષણ, સુગ્રીવ અને હનુમાન પણ આવી પહોંચ્યા.
રામાયણકાળનો એક દીપક બુઝાઈ ગયો હતો. ભામંડલના દેહનો અંતિમવિધિ કરવામાં આવ્યો. એમનો આત્મા “દેવકુરુ' નામના પ્રદેશમાં યુગલિક માનવ બન્યો. એ દેવકુરુનો પ્રદેશ જ એ હોય છે કે ત્યાં રાગ-દ્વેષનાં તોફાન નહીં, કોઈ ઝઘડા નહીં, કષાયની તીવ્રતા નહીં.
યુગલિક મનુષ્યો મરીને દેવલોકમાં જ જાય. ભામંડલનો આત્મા એવો યુગલિક મનુષ્ય બન્યો.
For Private And Personal Use Only