Book Title: Jain Ramayana Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 291
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૯૬ જેને રામાયણ શ્રીરામે સીતાજીની સુખશાતા પૂછી. ભામંડલે કહ્યું : “હે પૂજ્ય, આર્યા સીતાએ ઘોર તપશ્ચર્યાથી દેહનું દમન કર્યું છે. મોક્ષમાર્ગની આરાધનામાં નિરત છે. કેવું એમનું પ્રસન્ન, નિર્વિકાર જીવન છે! કોઈ વિષયોની સ્પૃહા નહીં, કોઈ કષાયોની કાલિમા નહીં. સાચે જ સીતાએ માનવજીવન સફળ બનાવ્યું.” ભામંડલની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ. શ્રીરામ ભામંડલના શબ્દોમાં ખોવાઈ ગયા. એમની કલ્પનાસૃષ્ટિમાં સીતાજીની મૂર્તિ તરવરી રહી. “હે આર્યપુત્ર, સાચે જ મારું મન પણ આવા નિગ્રંથ જીવન તરફ આકર્ષાય છે. આ માનવજીવન તો જ સફળ બને.” શ્રીરામ ભામંડલ સામે જોઈ રહ્યા. કંઈ બોલ્યા નહીં. ભામંડલ ત્યાંથી ઊઠીને, લવ-કુશને મહેલે આવ્યા. ભોજનાદિથી નિવૃત્ત થઈને, ભામંડલ બંને ભાણેજની પાસે બેઠા. એમના ચિત્તમાં ભારે ગડમથલ ચાલી રહી હતી. બસ, મારી એક ઇચ્છા પૂર્ણ થઈ જાય, પછી ચારિત્ર લઈ નિષ્પાપ જીવન વ્યતીત કરું.' લવની સામે જોઈ ભામંડલ બોલ્યા. “કઈ ઇચ્છા?' લવે પૂછ્યું. “મારી ઇચ્છા છે કે વૈતાઢય પર્વતની ઉત્તરશ્રેણિ અને દક્ષિણશ્રેણિ પર વિજય મેળવું. સમગ્ર વિદ્યાધર દુનિયા પર એકચક્રી રાજ્ય સ્થાપિત કરું, પછી ચારિત્ર લઉં!” “આપના માટે અશક્ય નથી, આપ આપના મનોરથ પૂર્ણ કરી શકો. બિભીષણ, સુગ્રીવ અને હનુમાન જેવા મિત્રો છે. બંને તાત અને અમે બંને ભાણેજ આપની સાથે જ છીએ. આપ તો વિજયયાત્રાનું મુહૂર્ત જ કઢાવો મામા!” લવે ભામંડલની ઇચ્છાને પ્રોત્સાહન આપ્યું. ભામંડલ લવની વાત સાંભળી ઉત્સાહિત થયા. તેમણે પોતાનો અંદાજ વ્યક્ત કર્યો : ‘લવ, વૈતાઢ્ય - પર્વત પર આમેય એવા પરાક્રમી રાજાઓ થોડા જ છે. મોટા ભાગના તો અત્યારે રંગરાગમાં ડૂબેલા છે. બહુ સરળતાથી વિજય મેળવી શકાય એમ છે. બિભીષણ વગેરે મિત્ર રાજાઓ અને શ્રીરામ-લક્ષ્મણજી સાથે હોય પછી વિજયની શંકા જ શાની?' ભામંડલ વૈતાઢચ પર્વત પર એકચક્રી સામ્રાજ્ય સ્થાપવાની યોજના વિચારવા લાગ્યા. તેમણે લક્ષ્મણજીને પણ વાત કરી. અચાનક અયોધ્યા આવી પહોંચેલા સુગ્રીવને પણ વાત કરી. સહુએ ભામંડલને સહયોગ આપવાનું વચન આપ્યું. ભામંડલ પ્રસન્ન થયા. થોડાક દિવસ રોકાઈને તેઓ રથનૂપુર નગરે જવા તૈયાર થયા. પોતાના વિમાનમાં તેઓ રથનુપુર આવી ગયા. પોતાના મંત્રીમંડળને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351