________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભામંડલનું મૃત્યુ ?
૮૯૫ મિથિલા તરફ ઊપડ્યા. અલ્પ સમયમાં જ પુષ્પક મિથિલામાં આવી પહોંચ્યું. મિથિલામાં તપાસ કરતાં સીતાજીનું ચોક્કસ સ્થાન મળી ગયું. વિમાનને ઉપાડ્યું અને તેઓ નિશ્ચિત સ્થળે જઈ પહોંચ્યાં.
એક સુંદર ઉદ્યાનમાં અનેક આર્યાઓ સાથે સીતાજી સ્વાધ્યાય-ધ્યાનમાં લીન હતાં. ભામંડલ અને લવ-કુશે પરિવાર સાથે આર્યા સીતાજીને વંદન કર્યા. સીતાજીએ ધર્મલાભના આશીર્વાદ આપ્યા. સહુ વિનયપૂર્વક સીતાજીની સમક્ષ બેસી ગયાં, સુખશાતા પૂછી અને સીતાજીની કૃશ થઈ ગયેલા દેહને જોઈ લવ બોલી ઊઠ્યો : “હે પૂજ્ય, આપના દેહમાં કોઈ વ્યાધિ છે? કોઈ પીડા? આટલી બધી કૃશતા!”
ભાગ્યશાળી! દેહને તપશ્ચર્યાથી તપાવ્યા વિના આત્મા પુષ્ટ થતો નથી. દેહ અને ઇન્દ્રિયોને દમવી પડે. આત્માનું શાશ્વત સુખ મેળવવા દેહ-ઇન્દ્રિયોનાં નાશવંત સુખો ત્યજી દેવાં પડે.” સીતાજીએ લવની શંકાનું સમાધાન કરતાં કહ્યું.
‘દેહ તો મોક્ષમાર્ગની આરાધનાનું સાધન છે ને? એને તો જાળવવો જોઈએ
‘લવ, મોક્ષમાર્ગની આરાધનામાં હનું મમત્વ બાધક છે. દેહનું, ઇન્દ્રિયોનું મમત્વ જ જીવને વિષય-કષાયમાં ફસાવે છે. દેહનું મમત્વ તોડવા માટે તપશ્ચર્યાનો જ માર્ગ શ્રેષ્ઠ છે. શરીર ભોગનું સાધન ન રહે, એ યોગનું સાધન બને એ માટે તપશ્ચર્યા કરવી જ રહી.”
આપે સંયમ સ્વીકારીને ઘણો ત્યાગ કર્યો છે, હવે આપને શા માટે આવી ઘોર તપશ્ચર્યા કરવી પડે ?'
વત્સ! ઘરવાસ ત્યજી અણગાર અવસ્થા આવી એટલે સ્વજન-પરિજન, વૈભવ-સંપત્તિ, વગેરેનું મમત્વ ગયું પરંતુ શરીર તો સાથે જ છે ને? એનું પણ મમત્વ ત્યજી દેવાનું છે. શરીરનું મમત્વ ન જાય તો આ જીવનમાં પણ વિષયકષાયની પીડા રહ્યા કરે, શરીરનો રાગ જવો જ જોઈએ.”
આર્યા સીતાનાં વચન સાંભળી લવ-કુશના ભાવુક આત્મા પ્રસન્ન થઈ ગયા. તેમને સીતાજીનું તપોમય જીવન ગમી ગયું. સીતાજીએ આત્મહિતનો ઉપદેશ આપ્યો. સર્વે આર્યાઓને વંદન કરી સુખશાતા પૂછી, તેઓ વિમાનમાં ગોઠવાઈ ગયા અને અયોધ્યામાં પાછા આવી ગયા. અયોધ્યા આવતાં જ ભામંડલ વગેરે શ્રીરામ પાસે ગયા.
૦ ૦ ૦
For Private And Personal Use Only