________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯૩
કંચનપુરના સ્વયંવરમાં ભાન ભૂલી જાય અને ન કરવાનાં કામો કરી બેસે. વિષયોની સ્પૃહામાંથી જ કષાયો પેદા થાય છે. માટે વિષયોની સ્પૃહા જ ત્યજી દેવી જોઈએ. અમે નિર્ણય કર્યો છે કે તાતપાદની અનુજ્ઞા લઈ ચારિત્ર સ્વીકારવું, કર્મોની સામે લડી લેવું અને આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરી, અવિકારી સ્થિતિ પ્રાપ્ત કરવી.”
લવ અને કુશની આંખોમાં આંસુ ઊભરાયાં. ગદ્ગદ્ સ્વરે લવ બોલ્યા :
હે ઉત્તમ પુરુષ, ધન્ય છે તમને. સર્વત્યાગના વીર માર્ગે ચાલવા તમે તત્પર બન્યા છો. અમે તમારી માનસિક અશાન્તિમાં નિમિત્ત બન્યા. અમને ક્ષમા કરજો, અમને પણ આ અસાર સંસારમાંથી મુક્ત કરવાની કૃપા કરજો.”
અઢીસો કુમારો જ્યાં શ્રીરામ અને લક્ષ્મણજી હતા ત્યાં પહોંચ્યા. કુમારોએ બંને તાતને પ્રણામ કર્યા. શ્રીરામ-લક્ષ્મણજીને કુમારોમાં થયેલ સંઘર્ષની ખબર જ ન હતી. તેઓને તો લવ-કુશ વરમાળાના અધિકારી બન્યા, એનો આનંદ હતો.
કુમારોએ બનેલી ઘટના વૈરાગ્યભર્યા શબ્દોમાં કહી સંભળાવી. શ્રીધરે. શ્રીરામનાં ચરણોમાં મસ્તક મૂકીને કહ્યું :
હે તાતપાદ, હવે અમારું મન આ સંસારના કોઈ પણ સુખોમાં રાચી શકે એમ નથી. અમારું મન ચારિત્રની સાધનામાં શાન્તિ પામશે, માટે અમારા પર કૃપા કરો અમને અનુમતિ આપો.'
શ્રીરામ અઢીસો રાજકુમારોને જોઈ રહ્યા. એક બાજુ લવ-કુશ સ્વયંવરમાં બે રાજકુમારીને વરે છે. બીજી બાજુ શ્રીધર વગેરે રાજકુમારો ચારિત્રના માર્ગે જવા તત્પર થાય છે! શ્રીરામે લક્ષ્મણજી સામે જોયું. લક્ષ્મણજીની દૃષ્ટિ ભૂમિ પર જડાઈ ગઈ હતી. શ્રી રામ બોલ્યા : લક્ષ્મણ!”
જી!' લક્ષ્મણજીએ સફાળા શ્રીરામ સામે જોયું. શ્રીરામે ઇશારાથી અઢીસો રાજકુમારોને જવાબ આપવાનું સૂચવ્યું. લક્ષ્મણજીએ કહ્યું :
આપને જેમ ઉચિત લાગે તેમ કરવા કૃપા કરો,' શ્રી રામે અઢીસો કુમારોને ચારિત્રની અનુમતિ આપી.
શ્રી મહાબલ મુનીશ્વરનાં ચરણોમાં લક્ષ્મણજીના અઢીસો કુમારોએ ચારિત્ર લીધું.
0 0 0
For Private And Personal Use Only