________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯૧
કંચનપુરના સ્વયંવરમાં સંખ્યામાં છો. બે સિવાય બીજા બધાને નિરાશ થવું પડશે. પરંતુ આપ સુજ્ઞ છો, સ્વયંવરની આ જ પદ્ધતિ હોય છે.’
અલ્પ સમયમાં જ બંને રાજકુમારીઓએ મંડપમાં પ્રવેશ કર્યો. આવીને મહારાજા કનકથને પ્રણામ કર્યા. રાજાએ આશીર્વાદ આપ્યા અને વરમાળા પહેરાવવાનો આદેશ આપ્યો. કુલવૃદ્ધા, બંને રાજકુમારીઓની આગળ થઈ અને જે રાજા કે કુમાર સામે જઈને રાજકુમારી ઊભી રહે, તેમનો પરિચય આપવા માંડ્યો. રાજકુમારીઓ આગળ ચાલે એટલે કુલવૃદ્ધા આગળ ચાલે.
અનેક રાજાઓને, રાજકુમારોને નિરાશ કરતી બંને કન્યાઓ લવ અને કુશ સામે આવીને ઊભી રહી. કુલવૃદ્ધાએ પરિચય આપવા માંડ્યો, પરંતુ લવકુશને જોતાં જ બંને કન્યાઓ રોમાંચિત થઈ ગઈ! મન્દાકિનીએ લવના ગળામાં વરમાળા પહેરાવી દીધી અને ચન્દ્રમુખીએ કુશના ગળામાં વરમાળા પહેરાવી દીધી!
‘શ્રી રામપુત્ર લવણ-અંકુશનો જય હો!' જયધ્વનિથી મંડપ ગાજી ઊઠ્યો, મહારાજા કનકરથ વગેરેના આનંદની અવિધ ન રહી. આનંદ આનંદ છવાઈ ગયો.
પરંતુ લક્ષ્મણજીના અઢીસો કુમારો તરત જ મંડપ છોડીને ચાલ્યા ગયા. પોતાને ઉતારે પહોંચી ગયા, રોષથી તેઓ સળગી ઊઠ્યા હતા. તેમને પોતાનું ઘોર અપમાન લાગ્યું. બંને કન્યાઓને મેળવવા તેઓ લવ-કુશ સામે લડી લેવા તૈયાર થઈ ગયા.
જ્યારે તેઓ રોષથી સ્વયંવરમંડપ ત્યજીને ચાલ્યા ગયા ત્યારે લવ-કુશના ગુપ્તચરો એમની પાછળ પહોંચી ગયા હતા. કુમારોની પ્રતિક્રિયા જાણીને, તરત તેમણે આવીને લવ-કુશને કહ્યું:
‘મહારાજકુમાર, શ્રીધર વગેરે અપમાનથી રોષે ભરાયા છે!'
‘એમનું અપમાન કોણે કર્યું?' લવ-કુશે આશ્ચર્યથી પૂછ્યું.
બે રાજકુમારીઓએ! એમણે આપ બંનેના ગળામાં વરમાળા પહેરાવી, તેમાં તેમને અપમાન લાગ્યું છે અને તેઓ આપની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા છે.’
લવ-કુશ વિચારમાં પડી ગયા. લવે કુશ સામે જોયું. લવ બોલ્યા :
‘શ્રીધર વગેરેને રોષ કરવાનું કોઈ પ્રયોજન નથી, છતાં તેઓ આપણા પર રોષે ભરાયા છે. તે આપણા ભાઈઓ છે, તેથી અવધ્ય છે. તેમના પર શસ્ત્ર
For Private And Personal Use Only