________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંચનપુરના સ્વયંવરમાં
૮૮૯ “મહારાજા!” અમારા રાજા આપની મિત્રતા ચાહે છે, આ નિમિત્તે આપ તેમના મહેમાન બનો અને મિત્રતા બાંધો એવી એમની કામના છે.”
શ્રીરામે લક્ષ્મણજી સામે જોઈ, લક્ષ્મણજીની ઇચ્છા જાણીને દૂતને સ્વીકૃતિ આપી, વિદાય કર્યો. લક્ષ્મણજીએ લવ-કુશ, શ્રીધર વગેરે કુમારને કંચનપુર સ્વયંવરમાં જવા માટે તૈયાર થવા આદેશ કર્યો. લક્ષ્મણજીના અઢીસો પુત્ર હતા. તે સર્વેને તૈયાર થવાની આજ્ઞા મળી.
નિર્ણાત દિવસે પુષ્પક વિમાનમાં આરૂઢ થઈ શ્રીરામ, લક્ષ્મણજી અને સર્વે રાજકુમારો વૈતાઢ્ય પર્વત પર કાંચનપુર જવા ઊપડી ગયા.
૦ ૦ ૦ કાંચનપુરમાં અનેક વિદ્યાધર રાજાઓ ને રાજકુમારો આવી પહોંચ્યા હતા; અનેક ભૂચર રાજાઓ ને રાજકુમારો આવી ગયા હતા. મહારાજા કનકરશે સહુનું સ્વાગતપૂર્વક બહુમાન કર્યું હતું.
સ્વયંવર મંડપની ભવ્ય રચના કરવામાં આવી હતી. મન્દાકિની અને ચન્દ્રમુખીના આનંદની અવધિ ન રહી. રોજરોજ નવા નવા આવતા જતા રાજાઓ અને રાજકુમારો અંગેની વિસ્તૃત માહિતી દાસીઓ પાસેથી એમને મળતી હતી. ક્યારેક હાસ્યરસ રેલાઈ જતો તો ક્યારેક તેઓ ગંભીર બનીને સાંભળતી. ક્યારેક રોમાંચ અનુભવતી તો ક્યારેક ઉત્સુકતાનો અનુભવ કરતી. જ્યારે કાંચનપુરમાં પુષ્પક વિમાન ઊતરી આવ્યું અને શ્રીરામલક્ષ્મણ રાજકુમારો સાથે ઊતર્યા, મહારાજા કનકરશે સ્વાગત કર્યું ત્યારે રાજકુમારીઓની દાસી ત્યાં હાજર જ હતી. દાસીએ શ્રીરામ-લક્ષ્મણ અને રાજકુમારોને જોયા જ કર્યા! દોડીને સીધી પહોંચી મન્દાકિની પાસે.
દેવી! અયોધ્યાના રાજકુમારો આવી ગયા છે.” “ઘણાય દેશના રાજકુમાર આવ્યા છે.” ‘પણ આ તો ગજબ જ છે. આવું રૂપ-લાવણ્ય મને તો કોઈનામાં ય દેખાતું નથી, અદ્ભુત છે.” દાસીએ બંને રાજકુમારીની સમક્ષ અયોધ્યાના રાજકુમારોની પ્રશંસા કરી.
હવે બે દિવસ જ આડે છે ને! સ્વયંવરમંડપમાં એમને જોઈશું એમનાં પરાક્રમ, યુદ્ધ કૌશલ્ય વગેરેની કીર્તિ તો સાંભળેલી છે. ખાનદાની તો શ્રેષ્ઠ છે. એક જ વસ્તુ મહત્ત્વની છે!”
For Private And Personal Use Only