________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૮
જૈન રામાયણ વાત સ્વીકારી. બંને પુત્રીઓને વિદાય કરી. રાજાએ તરત મહામંત્રીને બોલાવીને સ્વયંવર માટેની વાત કરી : “મારી ચિંતાનો જલ્દી અંત આવી જાય અને પુત્રીઓ એમના ઘેર જાય. બસ પછી હું નિવૃત્ત થઈશ. મારે પણ પછી આત્મહિતમાં પ્રવૃત્ત થવું છે.'
મહારાજા, સ્વયંવરનો વિચાર બરાબર છે, યોગ્ય છે. એ માટેની જરૂરી કાર્યવાહી હું આરંભી દઉં છું.' મહામંત્રી રાજાને પ્રણામ કરી વિદાય થયા. રાજાનું મન હળવું બની ગયું.
૦ ૦ ૦ અયોધ્યાનો ભવ્ય દરબાર આજે ભરચક ભરાયો હતો. રાજસિંહાસન પર શ્રીરામ અને લક્ષ્મણજી આરૂઢ થયા હતા. લવ-કુશ અને શ્રીધર વગેરે રાજકુમારો પણ ક્રમશ: સિંહાસન પર બેસી ગયા હતા, ત્યાં દ્વારપાલે આવીને, નમન કરીને નિવેદન કર્યું :
મહારાજાનો જય હો, કાર પર વિદ્યાધરપતિ મહારાજા કનકરથનો દૂત આવીને ઊભો છે. આપશ્રીનાં દર્શન કરવા ચાહે છે.'
આવવા દો દૂતને.' દ્વારપાલ નમન કરીને ચાલ્યો ગયો અને અલ્પ સમયમાં જ રાજા કનકરથના દૂતે રાજસભામાં પ્રવેશ કર્યો. અયોધ્યાની રમણીયતા અને ભવ્યતાથી દૂત પ્રભાવિત થયો હતો. રાજદરબારની ઝાકઝમાળ અને દિવ્યતા જોઈને એ સ્તબ્ધ બની ગયો. તેણે આવીને શ્રીરામ અને લક્ષ્મણને નમન કર્યું અને નિર્દિષ્ટ આસન પર એણે સ્થાન ગ્રહણ કર્યું.
કહો, મહારાજા કનકરથ કુશળ છેને?” શ્રીરામે પૂછ્યું.
હે ઉત્તમ પુરુષ! મહારાજા કનકરથે આપની કુશળતા ચાહી છે અને એક વિશિષ્ટ પ્રયોજનથી મને અહીં મોકલ્યો છે.'
“કહો, મહારાજાનો શો સંદેશ છે? “હે શ્રેષ્ઠ પુરુષ! અમારા મહારાજાને બે પુત્રી છે : મદાકિની અને ચન્દ્રમુખી, મહારાજાએ એ બંને રાજકુમારીનો સ્વયંવર રચ્યો છે. સ્વયંવરમાં ભૂચર અને ખેચર સર્વે રાજાઓને નિમંત્રણ પાઠવ્યાં છે. આપને કહેવરાવ્યું છે કે આપ અને લક્ષ્મણજી સવે રાજકુમારો સાથે અવશ્ય સ્વયંવરમાં પધારશો.' દૂતની વાત સાંભળીને, શ્રીરામે લક્ષ્મણજી સામે જોયું અને દૂતને કહ્યું : સ્વયંવરમાં રાજકુમારોને મોકલીશ. અમારું શું પ્રયોજન છે?'
For Private And Personal Use Only