________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક ૧૧૩. કંથનપુરના સ્વયંવરમાં
સંસારનો પ્રવાહ અખ્ખલિત ગતિથી વચ્ચે જાય છે. અનંત અનંત જીવો આ પ્રવાહમાં વધે જાય છે. બહુ થોડા જીવો એ પ્રવાહમાંથી બહાર નીકળે છે ને મુક્તિ પ્રાપ્ત કરે છે. સંસારપ્રવાહના જીવો એમને જુએ છે, જોનારાઓમાં કોઈ હસે છે! કોઈ રડે છે. થોડો સમય તેની ચર્ચા કરે છે અને પછી ભૂલી જાય છે. પુનઃ એ પ્રવાહમાં મગ્ન થઈ જાય છે.
સીતાજી અને સેનાપતિ કૃતાન્તવદને ચારિત્ર લીધું, સંસારપ્રવાહથી કંઈક અળગાં થયાં, અયોધ્યામાં એની ચર્ચા થઈ. કોઈએ અભિનંદન આપ્યાં, કોઈએ ત્યાગની પ્રશંસા કરી. કોઈ રડ્યા અને કોઈએ કોઈના કાનમાં કહ્યું પણ ખરું દીક્ષા ન લે તો શું કરે! રામે દુઃખ ઓછાં આપ્યાં હતાં?'
સારા કાર્યની પણ બધા પ્રશંસા ન કરે, એ આ સંસારની રીત છે. ખરાબ કામની બધા નિંદા કરે, એ આ દુનિયાની રીત છે. આ સંસાર આમ જ ચાલ્યા કરે છે.
દિવસો વીત્યા. અયોધ્યાના રાજમહેલમાં હવે માત્ર સીતાજીની સ્મૃતિ જ શેષ રહી હતી. કૃતાંતવદન મુનિ તો સંયમ આરાધી દેવલોકવાસી થયા હતા. સીતાજીએ પણ ઘોર તપશ્ચર્યા તપવા માંડી હતી. સાઠ વર્ષો એ તપમાં વીતી ગયાં હતાં.
શ્રીરામચન્દ્રજી, લક્ષ્મણજી, લવ-કુશ વગેરે અયોધ્યાના વિશાળ રાજ્યને સુવ્યવસ્થિત કરી, પ્રજાનું યોગક્ષેમ કરવામાં નિરત હતા. તેઓ ત્રણ ખંડના વિશાળ રાજ્યનું પાલન કરી રહ્યા હતા. અલબતુ, સીતાજીની દીક્ષા પછી શ્રીરામ રાજ્યની ખટપટોથી મુક્ત થયા હતા. લવ અને કુશ, લક્ષ્મણજીના પૂર્ણ સહયોગી બન્યા હતા. બીજી બાજુ લક્ષ્મણજીને પણ પુત્રરત્નોની પ્રાપ્તિ થઈ હતી. જ્યેષ્ઠ પુત્રનું નામ હતું શ્રીધર. શ્રીધર વગેરે જ્યારે યૌવનમાં આવ્યા, ત્યારે લક્ષ્મણજીએ સુયોગ્ય રાજકન્યાઓ સાથે એમનું પાણિગ્રહણ કરાવ્યું. લવ અને કુશ, શ્રીધર વગેરે સાથે ખૂબ જ સ્નેહથી વ્યવહાર કરતા હતા. પરંતુ શ્રીધર વગેરેને લવ-કુશ તરફ આંતરિક ઈર્ષા ક્યારેક સતાવતી હતી. - લક્ષ્મણજીનો લવ-કુશ પ્રત્યેનો સ્નેહ, શ્રીધર વગેરેની ઈર્ષ્યાનું પ્રબળ નિમિત્ત બન્યો હતો. “અમારા પિતાજી અમારા કરતાં વધારે લવ-કુશને કેમ ચાલે?' આ વૃત્તિએ લક્ષ્મણપુત્રોને ઈર્ષાળુ બનાવ્યા હતા. તેઓ લવ-કુશ પ્રત્યે બાહ્યવ્યવહાર
For Private And Personal Use Only