________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મણજી વગેરેના પૂર્વભવ
૮૮૫ ચારિત્ર પાળીને રૈવેયક દેવલોકમાં દેવ થયા અને ત્યાંથી આવીને આ લવણ-અંકુશ થયા!'
લવ-કુશ પ્રસન્ન થઈ ગયા. તેમની દૃષ્ટિ એમના કલાગુરુ સિદ્ધાર્થ પર ગઈ. તેમણે કેવળજ્ઞાની ભગવંતને પૂછ્યું.
પ્રભો, અમારા કલાગુરુ સિદ્ધાર્થનો અમારા પર આટલો પ્રેમ શાથી છે!' ‘કુમાર! એ તમારી પૂર્વભવની માતા છે. જ્યારે તમે પ્રિયંકર અને શુભંકર રાજપુત્રો હતા ત્યારે એ તમારી માતા સુદર્શના હતી! તમારા પ્રત્યે અપાર વાત્સલ્ય હતું. તેણે વચ્ચે અનેક ભવ કર્યા અને એ સિદ્ધાર્થ થઈ છે!”
કેવળજ્ઞાની ભગવંતની દેશના સાંભળીને પર્ષદામાં બેઠેલા અનેક જીવોના હૃદયમાં સંવેગ જાગ્યો અને સંસાર પર વૈરાગ્ય થઈ ગયો. “આવો છે આ સંસાર? જનમજનમના કેવા ચિત્રવિચિત્ર સંબંધો? આવા સંસારનો ત્યાગ કરીને, ચારિત્ર સ્વીકારીને, આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવીએ.'
સેનાપતિ કૃતાન્તવદન તો હર્ષવિભોર થઈ ગયો. તેની આંખોમાંથી હર્ષનાં આંસુ વહી રહ્યાં, તે ઊભો થયો અને કેવળજ્ઞાનીને વંદન કરી બોલ્યો :
હે નાથ! મારા પર દયા કરો, આપની અમૃતથી પણ અધિક મીઠી વાણી સાંભળીને, મારું મન સંસારનાં સુખોથી વિરક્ત બન્યું છે. મને ચારિત્ર આપી, મારો આ ભવસાગરથી ઉદ્ધાર કરો.”
કૃતાન્તવદન, તમારો મનોરથ શુભ છે, પવિત્ર છે. તમે તમારા શુભ મનોરથને સફળ કરો.” કૃતાન્તવદને મુનિવરને ભાવપૂર્વક વંદના કરી. બીજા નગરજનોએ વ્રત-નિયમો ધારણ કર્યા.
શ્રીરામ વગેરે ઊભા થયા. કેવળજ્ઞાનીને પુનઃ પુનઃ વંદના કરીને, જ્યાં આર્યા સીતા હતાં ત્યાં ગયા. આર્યા સીતા એમના સ્વાધ્યાય-ધ્યાનમાં લીન હતાં. શ્રીરામ આર્યા સીતાને જોઈ વિચારે છે : “અહ, કમલકોમલ અંગવાળી, આ મારી પ્રાણપ્રિયા સીતા કેવી રીતે ટાઢ-તડકાનાં કષ્ટ સહન કરશે? આ સંયમભાર જે સહુથી મોટો ભાર છે, એ કેવી રીતે ઉપાડી શકશે? અરે, હું તો હૃદયથી પણ ઉપાડી શકું, પરંતુ હા, આ એ સીતા છે કે જેના સતીત્વને રાવણ પણ ભાંગી ન શક્યો એવી આ સીતા, લીધેલી પ્રતિજ્ઞાને પ્રાણને ભોગે પણ પાળનારી છે.' શ્રી રામે વંદના કરી લક્ષ્મણજી અને બીજા રાજાઓએ શ્રદ્ધાથી નિર્મલ બનેલા હૈયેથી વંદના કરી.
સાંભળેલા પૂર્વભવોને યાદ કરતાં કરતાં સહુ અયોધ્યામાં પાછાં વળ્યાં!
For Private And Personal Use Only