________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८८४
જૈન રામાયણ બિભીષણની બાજુમાં જ ભામંડલ બેઠા હતા. ભામંડલનો પૂર્વવૃત્તાન્ત જાણવાની જિજ્ઞાસાથી બિભીષણે કેવળજ્ઞાની ભગવંતને પૂછ્યું
હે નાથ, ભામંડલના પૂર્વભવ પર પ્રકાશ પાડશો?' બિભીષણ, ભામંડલનો પૂર્વભવ જાણે છે! પૂર્વ જ્ઞાની ભગવંત પાસેથી એણે પોતાનો પૂર્વભવ જાણેલો છે. છતાં તેને કહ્યું : ગુણવતીના ભાવમાં ભામંડલ એનો ભાઈ ગુણધર હતો. અનેક ભવોમાં ભટકતાં ભટકતાં એ રાજકુમાર કંડલમંડિત થયો હતો. ત્યાં દીર્ઘકાળ શ્રાવકજીવન જીવીને મૃત્યુ પામ્યો, અને તે સીતાના ભ્રાતા ભામંડલ રાજા થયા!”
આપે ભામંડલનો વૃત્તાન્ત અતિ સંક્ષેપમાં કહ્યો.' બિભીષણ બોલી ઊઠ્યા. “લંકાપતિ, મારો વૃત્તાન્ત હું જ આપને કહીશ!” ભામંડલે બિભીષણના કાનમાં કહ્યું.
હે હિતકારી મુનીશ્વર, આપે મારા પર પરમ કૃપા કરી છે. જન્મજન્માન્તરના ભેદ આપ સિવાય કોણ ખોલી શકે? પ્રભો, આ લવણ અને અંકુશના પૂર્વજન્મ અંગે કહેવા કૃપા કરશો?' બિભીષણની આગળ જ લવણ અને અંકુશ બેઠા હતા. એમને આજે કેવળજ્ઞાનીની દેશના સાંભળવામાં ખૂબ આનંદ આવી રહ્યું હતો. જ્યારે બિભીષણે એમને માટે પ્રશ્ન પૂછયો, ત્યારે એ અતિપ્રસન્ન થઈ ગયા. એકબીજાએ સામે જોઈને પરસ્પર પ્રસન્નતા વ્યક્ત કરી. બિભીષણે બંનેના મસ્તકે હાથ મૂક્યા.
મહાનુભાવ! સાંભળો, કાકન્વીનગરી હતી. તેમાં વામદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો, તેની શ્યામલા નામની પત્ની હતી. તેને બે પુત્રો હતા : વસુનન્દ અને સુનન્દ.
એક દિવસ ઘરમાં આ બે ભાઈઓ જ હતા, ત્યાં એક મહામુનિ ભિક્ષા માટે આવી ચડ્યા. મુનિને એ દિવસે એક મહિનાના ઉપવાસનું પારણું હતું. વસુનન્દ અને સુનન્દ ખૂબ ભક્તિથી મહામુનિનું સ્વાગત કર્યું. અને ઉત્તમ દ્રવ્યો વહોરાવ્યાં.
દાનધર્મનો કેવો દિવ્ય પ્રભાવ! બંને ભાઈઓ આયુષ્ય પૂર્ણ કરીને યુગલિક માનવો થયા. ખૂબ જ સરળ ભદ્રિક અને મંદકષાયી! ત્યાંથી મૃત્યુ થયું અને તેઓ પ્રથમ દેવલોકમાં દેવ થયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ થયું અને પુન: કાકન્દીનગરીમાં તેઓ રાજકુમાર થયા. રાજા રતિવર્ધન અને રાણી સુદર્શનાના એ પ્રિયંકર અને શુભંકર નામના અતિપ્રિય કુમારો થયા. ક્રમશઃ બંને ભાઈઓ રાજા થયા. દીર્ધકાળ રાજ્ય પાળીને ચારિત્ર સ્વીકાર્યું.
For Private And Personal Use Only