________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગ્યા
૮૯૨
જૈન રામાયણ ચાલે જ નહીં અને આપણે ક્યાં જુદા છીએ? જેમ આપણા બન્ને તાતમાં ભેદ નથી, તો એમના પુત્રો વચ્ચે પણ ભેદ નથી. તો એમના પુત્રો વચ્ચે પણ ભેદ ન જ હોઈ શકે.”
સત્ય છે જ્યેષ્ઠ ભ્રાતા, એ આપણા બંધુ છે. એમના પર શસ્ત્ર ન જ ઉપાડાય, એમને સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ.”
શ્રીધરના ગુપ્તચરોએ લવ-કુશનો વાર્તાલાપ સાંભળ્યો. તેઓ દંગ થઈ ગયા. લવ-કુશની ઉદાત્ત ભાવનાઓ જાણી તેઓ શ્રીધર પાસે દોડી ગયા. શ્રીધર વગેરે તો શસ્ત્ર સજીને, લડી લેવાના જોશમાં હતા. ગુપ્તચરોએ આવીને, એ અઢીસો કુમારોને લવ-કુશનો વાર્તાલાપ કહી સંભળાવ્યો. શ્રીધર વિસ્મય પામી ગયો.
શું કહો છો? લવ-કુશના હૃદયમાં અમારા પ્રત્યે આ પ્રેમ છે? અહો, ક્યાં એ ઉત્તમ કુમારો અને ક્યાં અમારી અધમ વૃત્તિઓ..' શ્રીધરે શસ્ત્રો ફેંકી દીધાં. અઢીસો ય કુમારોએ શસ્ત્રોનો ત્યાગ કર્યો. લડવાનો જુસ્સો ઊતરી ગયો. પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
“અહો આ સંસાર કેવો છે? ભાઈઓ સાથે લડી લેવાનો અધમ વિચાર કર્યો. ક્યાં અમારા બંને તાતપાદનો સ્નેહ અને ક્યાં અમારી ઈર્ષ્યા! આ બધી કર્મોની વિટંબણા છે. કર્મો જ નાચ નચાવે છે. માટે હવે કર્મોનો જ નાશ કરવાનો પુરુષાર્થ કરી લઈએ.” શ્રીધરે પોતાના ભાઈઓને સંસારનો ત્યાગ કરી, આત્મકલ્યાણ સાધવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. સહુ સંમત થઈ ગયા. તેઓ જ્યાં લવ-કુશ હતા ત્યાં આવ્યા.
લક્ષ્મણજીના અઢીસો ય પુત્રો લવ-કુશના ચરણે પડી ગયા. ગદ્ગદ્ સ્વરે ક્ષમાયાચના કરી. હવે શ્રીધરને પોતાના બાહુપાશમાં જકડી લીધો. સ્નેહની વર્ષા કરી.
“અમે અધમ છીએ, આપ ઉત્તમ છો, અમને ક્ષમા કરો કુમાર, શ્રીધર રડી પડ્યો.
શ્રીધર, એમ ન બોલ. મનુષ્યના જીવનમાં આવી ભૂલો થઈ જતી હોય છે, પરંતુ અમારા હૃદયમાં તારા પ્રત્યે પૂર્ણ વાત્સલ્ય છે. તમે નિર્ભય રહો, નિશ્ચિત રહો.'
“કુમાર, હવે તો પૂર્ણ નિર્ભય બનવા પરમાત્મા જિનેશ્વરદેવના બતાવેલા ચારિત્રમાર્ગે જવાનો અને સંકલ્પ કર્યો છે. આ સંસાર જ એવો છે જ્યાં માનવ
For Private And Personal Use Only