________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯૦
જૈન રામાયણ એ શું? ‘સહજ આકર્ષણ! જો પરસ્પર હાર્દિક ખેંચાણ ન અનુભવાય તો, લગ્નજીવન નિષ્ફળ જાય.'
એવા આકર્ષણની કેવી રીતે ખબર પડે?' દાસીને જાણે લગ્નજીવનનું રહસ્ય જાણવા મળ્યું!”
રોમરાજી વિકસ્વર થઈ જાય-પ્રથમ જ દર્શને! હૃદય હર્ષનો અતિરેક અનુભવે.” મન્દાકિનીએ દાસીના કાનમાં કહ્યું અને તે શરમાઈ ગઈ દાસી હસી પડી ને ચાલી ગઈ. મન્દાકિની અને ચન્દ્રમુખી અયોધ્યાના રાજકુમારોના વિચારમાં રમવા લાગી. બીજા રાજાઓની વાતો, પ્રશંસાઓ એમની પાસે થવા લાગી. સ્વયંવરનો દિવસ આવી પહોંચ્યો હતો. વિદ્યાધર દુનિયાનાં સિદ્ધહસ્ત કારીગરોએ સ્વયંવરમંડપની રચના કરી હતી. અજોડ સજાવટ અને અદ્વિતીય શોભા! રાજા કનકરથના આનંદની સીમા રહી ન હતી.
સ્વયંવરનો દિવસ આવી ગયો. બંને રાજકુમારીઓને એમની કુશળ સખીઓએ વસ્ત્ર અને અલંકારોથી શણગારી. જ્યારે તેઓ શણગાર સજીને, અરીસા સામે આવી ત્યારે તેઓ પોતાને ઓળખી ન શકી!
સ્વયંવરમાં આવેલા રાજાઓ અને રાજકુમારો પણ શ્રેષ્ઠ શણગાર સજીને મંડપમાં આવવા લાગ્યા હતા. તેમને માટે નિયત કરેલા સ્થાને તેઓ આવી આવીને, પોતાના દમામ સાથે બેસી જતા હતા.
શ્રીરામચન્દ્રજી અને લક્ષ્મણજીએ, કુમારોને સ્વયંવર મંડપમાં મોકલ્યા. તેઓ સ્વયં ન ગયા. એમને જવાનું જ ન હતું, તેઓ તો રાજા કનકરથના આગ્રહથી જ આવ્યા હતા. લવ-કુશ અને શ્રીધર વગેરે કુમારો પણ સ્વયંવર મંડપમાં પહોંચી ગયા અને યથાસ્થાને ગોઠવાઈ ગયા. સ્વયંવરમંડપ રાજાઓ ને રાજકુમારોથી ભરાઈ ગયો. સ્વયંવરની કાર્યવાહી શરૂ કરતાં, કાંચનપુરના મહામંત્રીએ નિવેદન છ્યું : પધારેલા માનનીય મહારાજાઓ અને રાજકુમારો,
અમને અત્યંત આનંદ થાય છે કે અમારા આમંત્રણનો સ્વીકાર કરી, આપ અમારા નગરમાં પધાર્યા છે. અમારા મહારાજા કનકરથની ઇચ્છાનુસાર, તેઓની બે રાજકુમારી મદાકિની અને ચન્દ્રમુખીના સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું છે. બંને રાજકુમારી હમણાં સ્વયંવરમંડપમાં આવશે, તેમની ઇચ્છા મુજબ તેઓ ગમે તે બેના ગળામાં વરમાળા પહેરાવશે. આપ મોટી
For Private And Personal Use Only