________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મણજી વગેરેના પૂર્વભવ
૮૮૩ એ વિમાનમાંથી નીચે પડી. એક વૃક્ષઘટામાં પડી. પડતાં જ એ બેભાન થઈ ગઈ. જંગલના શીતલ પવનથી જ્યારે તેની મૂચ્છ ઊતરી ત્યારે તેને ભાન આવ્યું. જ્યારે તેણે પોતાની જાતને વૃક્ષોની ઘટામાં જોઈ ત્યારે તે રડી પડી. પુનર્વસુ... પુનર્વસુની બૂમો પાડવા લાગી. પણ પુનર્વસુ તો બીજા જ ભવમાં અનંગસુંદરી મેળવવા દીક્ષા લઈ ચૂક્યો હતો! જંગલમાં એકલી અનંગસુંદરી ફરવા લાગી. તે સુયોગ્ય સ્થળે રહી ગઈ અને તેણે તપશ્ચર્યાનો માર્ગ લીધો. એના મનમાં પુનર્વસુ જ હતો.
તપશ્ચર્યાથી તેની કાયાનાં લોહી-માંસ સુકાઈ ગયાં, તેનું કાયિક સૌન્દર્ય વિલાઈ ગયું. તેની માનસિક વૃત્તિઓમાં પણ પરિવર્તન આવી ગયું. એક દિવસ સંધ્યા સમયે અનંગસુંદરી ઝરણાને કિનારે એક પથ્થર પર બેઠી હતી. તેણે
અનશન' કરી લીધું હતું. તેણે ખાવાનું અને પીવાનું સદંતર ત્યજી દીધું હતું. તે આંખો બંધ કરીને, પરમાત્માના ધ્યાનમાં લીન બની હતી, ત્યાં એક ભયંકર અજગર આવી પહોંચ્યો.
અનંગસુંદરી તો પરમાત્મ-ધ્યાનમાં લીન હતી. તેને શી ખબર કે યમદૂત આવી પહોંચ્યો છે? અજગરે તેનું ભયંકર ડાચું ફાડ્યું. પથ્થરની શિલા પર અનંગસુંદરીના પગ લટકતા હતા. અજગરે પગથી સુંદરીને ગળવા માંડી. સુંદરીને દેહની મમતા જ ક્યાં હતી? પછી એને દુ:ખ કે વેદના ક્યાંથી હોય? અજગર અનંગસુંદરીને ગળી ગયો! સુંદરી ધર્મ ધ્યાનમાં લીન રહી. તેનો આત્મા બીજા દેવલોકમાં દેવી બન્યો.
દેહ પર જેને મમત્વ હોય તેને જ દેહના દુઃખમાં અસમાધિ થાય. તે શારીરિક વેદનામાં આર્તધ્યાન થાય. તપશ્ચર્યા દેહનું મમત્વ તોડવા માટે કરવાની છે, જેથી દેહ પર જ્યારે આપત્તિ આવે ત્યારે દુઃખ ન થાય, અસમાધિ ન થાય. મૃત્યુ સમયે, અજગર જ્યારે જીવતી ગળી જાય ત્યારે ધર્મધ્યાનમાં લીન રહેવું કે નિર્મમ ભાવ
પ્રભો, એ અનંગસુંદરી દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને એ ક્યાં જન્મી છે?' બિભીષણે પોતાની જિજ્ઞાસા વચ્ચે જ પ્રગટ કરી દીધી. ‘બિભીષણ, એ જ તો આ વિશલ્યા છે! લક્ષ્મણની પટરાણી!” સભામાં બેઠેલી વિશલ્યાએ લક્ષ્મણજી સાથેના પૂર્વભવના પ્રણયસંબંધને જ્યારે જાણ્યો ત્યારે તે રોમાંચિત થઈ ગઈ. તેણે ક્ષણભર લક્ષ્મણજી તરફ જોઈ લીધું અને શરમાઈ ગઈ.
For Private And Personal Use Only