________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨. લક્ષ્મણજી વગેરેની પૂર્વભવ કરી
કેવળજ્ઞાની ભગવંત શ્રી જયંભૂષણની અમૃતમય વાણી વહી રહી હતી. શ્રીરામ લક્ષ્મણજી, બિભીષણ-સુગ્રીવ-લવ-કુશ વગેરે એ પવિત્ર વાણીપ્રવાહમાં સ્નાન કરી રહ્યા હતા અને પરમાનંદ અનુભવી રહ્યા હતા. સીતાજીના પૂર્વભવો પરથી પડદો ઊંચકાયો, તેની સાથે રાવણના પૂર્વભવોનો સામાન્ય ઇશારો તો મળી જ ગયો હતો. બિભીષણે પૂછ્યું. ‘ભગવંત, એ રાજકુમાર વજકંઠનું શું થયું?
વજકંઠને અનેક તિર્યંચ યોનિના ભવોમાં અને નરકમાં ભટકવું પડ્યું. એમ કરતાં વળી તેને મનુષ્યભવ મળ્યો. તે બ્રાહ્મણપુત્ર પ્રભાસ થયો. જ્યારે તે યૌવનમાં આવ્યો ત્યારે તેણે એક દિવસ શ્રી વિજયસેન નામના મહાન ઋષિને જોયા. પ્રભાસનો કોઈક પુણ્યોદય જાગ્યો. તેણે વિજયસેન મુનિનો પરિચય કર્યો. તે ધર્મ સમજ્યો અને સંસાર ત્યજી સાધુ બની ગયો.
વજકંઠના ભવ પછીના લગભગ બધા જ ભવ દુર્ગતિના! ત્યારપછીનો એટલે વર્ષો પછીનો ભવ બ્રાહ્મણનો! ત્યાં મુનિપરિચય થાય છે ને દીક્ષા લે છે! કેવી છે આ કર્મોની વિચિત્રતા?
એક દિવસ આ પ્રભાસમુનિએ એક અદ્ભુત દૃશ્ય જોયું : વિદ્યાધર રાજા કનકપ્રભ સમેતશૈલની યાત્રા માટે જતો હતો. ઇંદ્ર જેવા વૈભવથી શોભતા કનકપ્રભને જોઈને, પ્રભાસમુનિના હૃદયમાં પડેલી ભૌતિક સુખોની વાસના સળવળી ઊઠી. ત્યાગીને રાગીનો વૈભવ વહાલો લાગ્યો! તપસ્વીને રાજેશ્વરના ભોગો પ્રિય લાગ્યા! પ્રભાસમુનિએ દીક્ષા લઈને ખૂબ તપ કર્યું હતું, ઘણા જ પરીષહો સહન કર્યા હતા, જ્ઞાન પણ મેળવ્યું હતું. તે જાણતા હતા કે “આ તપશ્ચર્યા ઇચ્છિત ફળ આપી શકે છે. તેમને કનકપ્રભ રાજાનો ભોગ-વૈભવ ગમી ગયો. તેમણે મનમાં દઢ સંકલ્પ કર્યો : “આ તપશ્ચર્યાના ફળથી હું આવા કનકપ્રભ રાજા જેવાં બલઐશ્વર્યને પ્રાપ્ત કરનારો થાઉં!”
આયુષ્ય પૂર્ણ થયું. તેઓ મરીને ત્રીજા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્રીજા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને, વજકંઠનો જીવ (શ્રીકાન્તનો જીવ) હે બિભીષણ, તારો મોટો ભાઈ રાવણ થયો!'
પ્રભો! મારો વૃત્તાંત' બિભીષણની ઉત્સુકતા વધી ગઈ.
For Private And Personal Use Only