________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८८०
જૈન રામાયણ
શ્રીભૂતિ તરફ ધસ્યો. શ્રીભૂતિ પાસે શસ્ત્ર ન હતું. શંભુએ દોડતા શ્રીભૂતિ પર તલવારનો પ્રહાર કર્યો. શ્રીભૂતિની ગરદન કપાઈ ગઈ.
કપાયેલા શ્રીભૂતિને ત્યાં જ પડતો મૂકીને કુમાર ઘોડા પર બેસી શ્રીભૂતિને ઘેર પહોંચ્યો. શ્રીભૂતિના ઘરમાં એકલી વેગવતી જ હતી. વેગવતીની માતા બહાર ગયેલી હતી. ઘોડાને બહાર મૂકી, કુમાર ઘરમાં દાખલ થઈ ગયો.
‘વેગવતી... વેગવતી...’ તેણે સત્તાવાહી સૂરે બૂમ પાડી. ઉપરને માળે બેઠેલી વેગવતી અપરિચિત અવાજ સાંભળી ચમકી ગઈ. તે નીચે આવી. તેણે કુમારને સામે ઊભેલો જોયો. તેની મોટી આંખોમાં તીવ્ર વાસનાની ભૂખ હતી. વેગવતી થરથર ધ્રૂજવા લાગી, તેની આંખો ભયથી પહોળી થઈ ગઈ. કુમાર બે હાથ પહોળા કરી, વેગવતીને પોતાના બાહુપાશમાં જકડી લેવા આગળ ધસ્યો. વેગવતીએ ચીસ પાડી :
‘ઓ પિતાજી...’
કુમાર એની ચીસ સાંભળીને હસ્યો અને બોલ્યો : ‘અરે, છોકરી, તારો બાપ તો યમલોકમાં પહોંચી ગયો. તને તો હું મારા સ્વર્ગલોકમાં વસાવીશ. આવ, મારી ઇચ્છાને પૂર્ણ કર.’
વેગવતી ભયથી ભાગી. ઉપરને મજલે ચઢી ગઈ. પરંતુ એ દરવાજો બંધ કરે એ પૂર્વે જ કુમાર એની પાછળ પહોંચી ગયો. મજલાનો દરવાજો બંધ કર્યો અને વેગવતીને પકડી. વેગવતીએ હાહાકાર કરવા માંડ્યો; કાલાવાલા કરવા માંડ્યા : 'મને, છોડી દો, તો તમારી બહેન...’ કુમારે એક હાથ એના મુખ પર દાબી દીધો અને બીજા હાથથી એના શરીર પર અધિકાર કરી લીધો, વેગવતી નિરુપાય બની ગઈ. કુમારે નિર્લજ્જ બનીને, વેગવતીના શીલનો ભંગ કર્યો. તે વેગવતીને ભોગવીને જ જંપ્યો.
વેગવતીનું અંતઃકરણ કકળી ઊઠ્યું. તેણે વજકંઠને અભિશાપ આપ્યો : ‘હે દુષ્ટ, તેં અસહાય એવા મારા શીલનું ખંડન કર્યું. ભવાંતરમાં હું તારા વધનું નિમિત્ત બનીશ.'
કુમા૨ વજ્રકંઠ ગભરાયો. તેણે વેગવતીને છોડી દીધી. વેગવતીને પિતા વિનાનું જીવન અકારું લાગ્યું. માતા તો આપઘાત કરી ચૂકી હતી, વેગવતીએ ‘હરિકાન્ત' નામનાં સાધ્વીજી પાસે જઈ ચારિત્ર અંગીકાર કર્યું.
ચારિત્ર પાળી, આયુષ્ય પૂર્ણ કરી વેગવતી બ્રહ્મદેવલોકમાં ગઈ. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તે જનકસુતા સીતા થઈ! જયભૂષણ મહામુનિએ સીતાજીના પૂર્વભવો પરથી પડદો ઊંચક્યો!
For Private And Personal Use Only