________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૮૮૨
ધનદત્ત-વસુદત્તનો મિત્ર જ યાજ્ઞવક્ય બ્રાહ્મણ હતો, તે અનેક ભવોમાં ભ્રમણ કરતો તું બિભીષણ થયો છે!”
પ્રભો, પેલો શ્રીભૂતિ, જે વજકંઠથી હણાયો હતો, તે મરીને ક્યાં ગયો?” બિભીષણે પૂછ્યું.
“એ શ્રીભૂતિ, મરતી વખતે તેણે શ્રી નવકારનું સ્મરણ કર્યું હતું, તેથી દેવલોકમાં ગયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સુપ્રતિષ્ઠપુરમાં ‘પુનર્વસુ' નામની વિદ્યાધર થયો.
પુનર્વસ એક દિવસ પુંડરીક વિજયમાં પહોંચ્યો. પુંડરીક વિજયનો વિજય એટલે પ્રદેશ) અધિપતિ હતો ત્રિભુવનાનન્દ, ત્રિભુવનાનન્દની કન્યા હતી અનંગસુંદરી. અનંગસુંદરી નગરની બહાર ઉદ્યાનમાં સખીઓ સાથે ક્રિીડા કરતી હતી. તે જ ઉદ્યાનમાં પુનર્વસુ ગયેલો હતો. તેણે અનંગસુંદરીને જોઈ. તેનું અભુત રૂપ જોઈને, અનંગસુંદરી પર પુનર્વસુ મોહિત થઈ ગયો. પુનર્વસુ પણ જાણે બીજો કામદેવ જ હતો. અનંગસુંદરીએ પુનર્વસને જોઈ લીધો. બંનેની નજર મળી. દૃષ્ટિથી સંકેત થયો અને દૃષ્ટિથી જ એકબીજા સાથે બંધાઈ ગયાં!
પુનર્વસએ અનંગસુંદરીનું અપહરણ કરી, જવાની તક શોધવા માંડી. અનંગસુંદરી પણ શીધ્રાતિશીધ્ર પુનર્વસુના સ્નેહમધુર સાંનિધ્યની ઝંખના કરવા લાગી, પણ એક ચક્રવતી પિતાની તે પુત્રી હતી. તેનું અપહરણ કરી જવું, એ સામાન્ય કામ ન હતું. પરંતુ પુનર્વસુ સાહસવીર હતો.
એક દિવસ તેણે અનંગસુંદરીનું અપહરણ કર્યું. વિમાનમાં અનંગસુંદરીને લઈ તે ભાગ્યો. પરંતુ ત્રિભુવનાનન્દ ખબર મળતાં જ વિદ્યાધરોનું સૈન્ય પાછળ મોકલ્યું. આકાશમાં જ મુકાબલો થઈ ગયો. એકલો પુનર્વસુ અનેક વિદ્યાધર સૈનિકો સાથે ઝઝૂમવા લાગ્યો. પરંતુ ત્યાં એક દુર્ઘટના બની ગઈ. અનંગસુંદરી વિમાનમાંથી નીચે પડી ગઈ. તે એક એવી વૃક્ષઘટામાં પડી કે ન તો તે પુનર્વસુને હાથ આવી કે ન ત્રિભુવનાનન્દને હાથ આવી.
પરંતુ પુનર્વસુ ઘેર ન ગયો. તેણે દીક્ષા લીધી. તપ કર્યું. પરંતુ શા માટે? અનંગસુંદરી માટે! કાળધર્મ પામી તે દેવલોકમાં ગર્યા, ત્યાંથી ચ્યવીને એ લક્ષ્મણ થયો છે!”
લક્ષ્મણજીના પૂર્વભવને બતાવીને, કેવળજ્ઞાની મહાત્મા આગળ વધે છે. લક્ષ્મણજી પોતાના પૂર્વભવ સાંભળીને આશ્ચર્ય અનુભવે છે. પુનર્વસુના ભવમાં અનંગસુંદરી સાથે થયેલા પ્રણયની વાતે લક્ષ્મણજીને વિચારમાં મૂકી દીધા. તેમણે પૂછ્યું :
“હે મહર્ષિ, એ અનંગસુંદરીનું શું થયું?
For Private And Personal Use Only