________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતાજીનો પૂર્વભવ
૮૭૯ “રાજકુમારનું રૂઠવાનું કારણ? વેગવતીએ ચિત્તાથી પૂછયું. શ્રીભૂતિ વેગવતીની રૂપવાન કાયા તરફ જોઈ રહ્યો. એના શ્રાવિકાના જીવન તરફ જોઈ રહ્યો. વેગવતીએ પુનઃ પૂછ્યું : “પિતાજી, કહોને રાજકુમાર આપના પર શા માટે નારાજ થયા?' એને વેગવતી જોઈએ છે!”
હું?” વેગવતીની આંખો પહોળી થઈ ગઈ. તેણે રાજકુમારને અનેક વાર જોયો હતો. ભારે શરીરના અને મિથ્યા દર્શનમાં રાચતા રાજકુમારને પરણવાની કલ્પનાથી પણ એ કંપી ઊઠી. પિતાજી, આપે શું કહ્યું?’ મારી બેટીને અને એની માતાને પૂછીને જવાબ આપીશ. “પિતાજી, આપ ના પાડી દેજો. હું એને પરણવા નથી ચાહતી.” બેટી, હું જ એ મિથ્યાત્વી સાથે તને પરણાવવા તૈયાર નથી, પરંતુ..” શું પિતાજી; કહો.” રાજકુમારે તારી માગણી નથી કરી, આજ્ઞા કરી છે. જીદ છે રાજાની.' એટલે?” કોઈ પણ રીતે એ તને પરણવા ચાહે છે!” વેગવતી ગભરાઈ ગઈ. તે શ્રીભૂતિનાં ચરણો પકડી બેસી ગઈ. એની આંખોમાં ભય તરવરવા લાગ્યો.
બેટી, ભય ન પામ, મને એક જ ઉપાય દેખાય છે કે આપણે આ નગર છોડી ચાલ્યા જઈએ. કોઈ બીજા જ રાજ્યમાં આશ્રય લઈએ.' ‘તો એમ કરીએ. હું તૈયાર છું.' વેગવતીએ શ્રીભૂતિના ઉપાયને સ્વીકારી લીધો. શ્રીભૂતિ રાજકુમાર પાસે પહોંચ્યો. કુમારે તરત જ પૂછ્યું :
કહે શ્રીભૂતિ, વેગવતીને તું લઈને આવ્યો?” આંખોમાં વિષયવાસનાના નશા સાથે કુમારે શ્રીભૂતિને પૂછ્યું. કુમારની નફટાઈભરી વાત સાંભળી, શ્રીભૂતિ રોષથી ધમધમી ઊઠડ્યો. એ જવાબ આપે તે પૂર્વે કુમારે શ્રીભૂતિના બે ખભા હચમચાવીને પૂછ્યું.
મારે વેગવતી આજે જ જોઈએ, જા, અત્યારે જ એને લઈ આવ. તને જોઈએ એટલું ધન આપીશ.' શ્રીભૂતિથી હવે સહન ન થયું. રોષ હૃદયમાં ન રહી શક્યો. તેણે ઘબાંગ કરતા બે મુક્કા વજકંઠના મોં પર મારી દીધા. વજકંઠના મુખમાંથી લોહીની ધારા તૂટી પડી. છંછેડાયેલા સિંહની જેમ કુમાર
For Private And Personal Use Only