________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતાજીની પૂર્વભવ
“પિતાજી, મારી ભૂલ થઈ ગઈ. મહામુનિ સાવ નિર્દોષ છે. મેં પાપિણીએ એમના પર ખોટું જ કલંક લગાડ્યું. એમના પર ઘોર ઉપસર્ગ કર્યા.' વેગવતી રડી પડી.
હમણાં ને હમણાં એ મહામુનિની ક્ષમા માંગ.મહામુનિ નિષ્કલંક છે, એમ જાહેર કર. તારા આ ઘોર પાપનું પ્રાયશ્ચિત કર. અન્યથા મારા ઘરમાં તારે આવવાનું નથી.” શ્રીધરે રોતી વેગવતીને એના પાપનું ભાન કરાવ્યું. વેગવતી તરત જ જ્યાં મહામુનિ ઊભા હતા ત્યાં ગઈ અને ત્યાં ઊભેલા સેંકડો લોકો સાંભળે એ રીતે બોલી :
“હે ભગવંત, આપ સર્વથા નિર્દોષ છો, નિષ્કલંક છો. મેં દુષ્ટાએ આપના પર ખોટું જ કલંક મૂક્યું છે. રૂપ, સત્તા અને યૌવનના ઉન્માદમાં છકી જઈને મેં અવિચારી કૃત્ય કર્યું છે. હું અજ્ઞાની છું, પાપી છું. હે માનિધિ, મને ક્ષમા કરો. મને પાપમુક્ત કરો. આપ ખરેખર મહામુનિ છો, મહાન તપસ્વી છો.'
વેગવતીએ ગદ્ગદ્ કંઠે આંખોમાં આંસુ ભરીને ક્ષમાયાચના કરી. મહામુનિએ ધ્યાન પૂર્ણ કરીને, વેગવતીને “ધર્મલાભ'ની આશિષ આપી. જેમણે જેમણે મહામુનિ સાથે દુષ્ટ વ્યવહાર કર્યો હતો તેમણે તેમણે મહામુનિનાં ચરણોમાં પડી ક્ષમા માંગી અને પુનઃ મહામુનિના ગુણ ગાવા લાગ્યા.
આવી છે દુનિયા! એને નિંદા કરતાંય વાર નહીં ને પ્રશંસા કરતાંય વાર નહીં! એને રીઝતાં વાર નહીં ને ખીજતાં વાર નહીં! એટલે મહામુનિઓ દુનિયાની પ્રશંસાથી રાજી થતા નથી અને નિદાથી નારાજ થતા નથી. એ તો હંમેશા સમભાવમાં રહે છે. આત્મભાવમાં રમણતા કરે છે. દુનિયા સદેવ બાહ્ય દૃષ્ટિથી જોનારી હોય છે. બાહ્ય દૃષ્ટિથી જ નિર્ણયો કરનારી હોય છે. એવી અજ્ઞાની દુનિયાની ભિન્નભિન્ન ચેષ્ટાઓને આધારે જ્ઞાની મુનિવરો હર્ષ-શોક કરતા નથી.
વેગવતીએ સુદર્શન મહામુનિ પાસે આહતધર્મ સ્વીકાર્યો. તે શ્રાવિકા બની. મહામુનિના ઉપદેશથી એનામાં સ્થિરતા આવી, ઉન્માદ ગયો અને વિવેક પ્રગટ્યો. મહામુનિએ પણ હૃદયમાં કોઈ ડંખ રાખ્યા વિના, વેગવતીના આત્માના કલ્યાણ માટે, એને ધર્મોપદેશ આપ્યો. મહામુનિનાં હૃદય સદેવ સરળ અને ઉદાર હોય છે.
વેગવતી શ્રાવિકા બની પરંતુ એના પર એક ભારે સંકટ આવ્યું. વેગવતીના રૂપ-યૌવને નગરના ઘણા યુવાનોને આકર્ષ્યા હતા, પરંતુ એક
For Private And Personal Use Only