________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
૧૧૧. સીતાજીનો પૂર્વભવી પેલા શ્રીકાન્તનું શું થયું પ્રભો? બિભીષણે જયભૂષણ મહામુનિને પ્રશન પૂછ્યા. મહામુનિએ કહ્યું.
‘બિભીષણ! એ શ્રીકાન્ત ઘણા ભવોમાં ભટક્યો. તેના કેટલાક છેલ્લા ભવો બતાવું છું. મૃણાલકંદ' નામના નગરમાં રાજા શંભુને હેમવતી નામની રાણી હતી. એ હેમવતીને કૂખે શ્રીકાન્તનો જીવ આવ્યો. એનું નામ વજકંઠ રાખવામાં આવ્યું.
પેલો વસુદત્તનો જીવ પણ અનેક યોનિઓમાં ભટકતો ભટકતો આ જ નગરમાં આવી પહોંચ્યો! રાજા શંભુના પુરોહિતનું નામ હતું વિજય અને એની પત્નીનું નામ હતું રત્નચૂડા. રત્નચૂડાની કુક્ષિએ વસુદત્તનો જીવ આવ્યો, તેનું નામ શ્રીભૂતિ.”
પેલી ગુણવતી? એ શ્રીભૂતિની પત્ની સરસ્વતીની કૂખે પુત્રી થઈને અવતરી! મૃણાલકંદ નગરમાં પુન: ત્રણેયના જીવ-શ્રીકાંત, વસુદત્ત અને ગુણવતીના જીવ ભેગા થઈ જ ગયા! અસંખ્ય વપથી એમનાં પરસ્પરનાં વેર ચાલ્યાં આવે છે. કેવી વિટંબણાઓ છે? જીવ જો આ વિટંબણાઓને સમજે તો શું ક્યારેય કોઈની સાથે વેર બાંધે ખરા?
ગુણવતીનો જીવ વેગવતી. વેગવતી જ્યારે યૌવનમાં આવી ત્યારે ઉન્માદથી ફરવા લાગી. હું રાજપુરોહિતની પુત્રી છું! રૂપવાન છું! ધનવાન છું! આ ઘમંડથી તે ઉદ્ધત બની ગઈ હતી. એક દિવસ નગરના ઉદ્યાનમાં એણે એક મહામુનિને ધ્યાનસ્થદશામાં ઊભેલા જોયા. અનેક ભાવિક સ્ત્રી-પુરુષો એમને વંદન કરતાં હતાં. વેગવતીને મુનિનો ઉપહાસ કરવાનું મન થયું! તે એ મુનિની પાસે આવી અને લોકોને કહેવા લાગી :
અરે ભોળા લોકો, તમે આ સાધુને વંદન કરો છો? અરે, આ સાધુને તો મેં એક સ્ત્રી સાથે કામક્રીડા કરતો જોયો છે. એ સ્ત્રીને બીજે સ્થળે મોકલી દઈ, આ અહીં ઊભો છે. તમે એને કેમ વંદના કરો છો?'
રાજપુરોહિતની પુત્રી કહે, પછી શું બાકી રહે? વંદન કરનારા જ મુનિરાજને તાડન કરવા લાગ્યા! પ્રશંસા કરનારા જ કલંકની ઘોષણા કરવા લાગ્યા!
વેગવતીને મજા પડી ગઈ! “મારો, મારો, આ મુનિ નથી, આ તો ઢોંગી છે. તે અબ્રહ્મ સેવનારો દુરાચારી છે,” લોકો બૂમો પાડતા જાય છે ને મુનિરાજ પર પ્રહારો કરતા જાય છે.
For Private And Personal Use Only