________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८७४
જૈન રામાયણ બિભીષણ, સુગ્રીવ, લવ-કુશ વગેરે એકરસથી જયભૂષણ મહામુનિને સાંભળી રહ્યા હતા. શ્રી રામના પૂર્વભવોને જાણી, સહુ ગદ્ગદ્ થઈ ગયા. બિભીષણે પૂછયું : “પદ્મરૂચિનો જીવ એ તો શ્રી રામચન્દ્રજી થયા, પરંતુ વૃષભધ્વજ કુમારનું શું થયું?'
એ કુમાર ક્રમશઃ બીજા ભવો કરીને આ સુગ્રીવ બન્યો છે!' સુગ્રીવને શ્રી રામ પ્રત્યે આટલો દૃઢ અનુરાગ કેમ છે, એનું કારણ સમજાઈ ગયું!
પરંતુ પેલી ગુણવતીનું શું થયું? પેલા વસુદત્તનું અને શ્રીકાન્તનું શું થયું?'
૦
૦
૦
For Private And Personal Use Only