________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૨
જેન રામાયણ તે જગ્યાને, ક્ષેત્રને જોતાં તેને પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું! ક્ષેત્રનો પણ કેવો પ્રભાવ છે. રાજકુમાર ઘોડા પરથી નીચે ઊતરી પડ્યો, બળદના ભવનું, એ અંતિમ ક્ષણોનું ચિત્ર તેની કલ્પનાસૃષ્ટિમાં તરવરવા માંડ્યું. “એ હું વૃદ્ધ બીમાર બળદ, અંતિમ શ્વાસ લેતો હતો, ત્યાં એક ઘોડેસવાર આવ્યો. તે નીચે ઊતર્યો. તેણે મારી પાસે આવી, મારા કાનમાં નમસ્કારમંત્ર સંભળાવ્યો, તે પુરુષની મુખાકૃતિ તેની સમક્ષ ઉપસ્થિત થઈ. કેવો સોહામણો યુવાન હતો.! કેવો દયાળુ અને સૌમ્ય હતો!
પૂર્વભવની સ્મૃતિએ એને વિહ્વળ કરી દીધો. પશુમાંથી માનવ બનાવનાર એ ઉપકારી મહાપુરુષની મુખાકૃતિ અને આકર્ષી રહી હતી. એ પુરુષ આ નગરમાં જ હશે? પરંતુ આવા મોટા નગરમાં મારે એને ક્યાં ક્યાં શોધવો? પરંતુ કોઈ પણ ઉપાયે મારે એને શોધી કાઢવો તો પડશે જ!” એણે એક ઉપાય શોધી કાઢ્યો. જે સ્થળે બળદ તરીકેના ભવમાં એનું મૃત્યુ થયું હતું ત્યાં તેણે જિનમંદિર બંધાવ્યું. મંદિરની એક ભીંત ઉપર એણે ચિત્રાલેખન કરાવ્યું. એ જ પ્રસંગનું ચિત્ર આબેહૂબ! મરવા પડેલો બળદ, બાજુમાં શણગારેલો ઘોડો ઊભો છે અને બળદના કાનમાં એક કૃપાળુ પુરુષ નવકારમંત્ર સંભળાવે છે!'
મંદિરના રક્ષકોને સૂચના આપી : “આ ચિત્ર જોઈને જે પુરુષ બોલી ઊઠે ! “આ તો મારી જ જીવન ઘટના છે. મેં જ આ રીતે બળદને નવકારમંત્ર સંભળાવ્યો હતો! એ પુરુષ કોણ છે, એ પૂછીને મને સમાચાર આપવા.”
દિવસો વિતવા લાગ્યા. રાજકુમાર એ ઉપકારી પુરુષને મળવા આતર બનતો જતો હતો. ત્યાં એક દિવસે એની આશા ફળી.
પારુચિ એક દિવસે એ જિનમંદિરે દર્શન માટે ગયો. પ્રભુદર્શન કર્યા પછી એણે ભીંત પર બળદનું ચિત્ર જોયું. એને આશ્ચર્ય થયું : “આ તો મારા જ જીવનનો પ્રસંગ છે! મેં જ આ બળદને શ્રી નવકારમંત્ર સંભળાવ્યો હતો. આ ચિત્રમાં જાણે હું જ સ્વયં નવકારમંત્ર સંભળાવું છું! આ ચિત્ર કોણે બનાવરાવ્યું હશે?' મંદિરના રક્ષકોએ પધરુચિને મંદિરમાં જ રોકાવાની પ્રાર્થના કરી અને શીધ્ર રાજકુમાર વૃષભધ્વજને બોલાવી લાવ્યા. રાજકુમારે પદ્મચિને જોયો. પરિચિત મુખાકૃતિ લાગી. પારુચિને પૂછ્યું : “તમે આ ચિત્ર અંગે શું જાણો
છો?”
રાજકુમાર, આ મરતા બળદને મેં જ નવકારમંત્ર સંભળાવ્યો હતો! કોણે આ પ્રસંગ અહીં ચિત્રમાં બનાવરાવ્યો?' પદ્મરુચિએ ચિત્ર સામે જોયા પછી,
For Private And Personal Use Only