________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ અને સુગ્રીવના પૂર્વભવ
૮૭૧ સહન કર. ધર્મનું શરણ લે, ધર્મ તારી રક્ષા કરશે.'
ધનદત્તને મુનિની વાણીથી શાંતિ મળી. એ ત્યાં જ રહ્યો. પ્રભાતે મુનિએ એને શ્રાવકધર્મ સમજાવ્યો. ધનદત્તે શ્રાવકધર્મ સ્વીકાર્યો. શ્રાવકધર્મનું પાલન કરી, તે પહેલા સૌધર્મ દેવલોકમાં દેવ થયો.
મુનિ ભગવંતોના પરિચયથી તેના ચિત્તમાંથી ગુણવતીનો રાગ અને શ્રીકાંત ઉપરનો દ્વેષ નીકળી ગયો હતો. તેનું ચિત્ત સમતાવાળું બન્યું હતું, તેથી એ દેવલોકમાં ગયો અને અસંખ્ય વર્ષ ત્યાં સુખ ભોગવ્યું.
સંસારની કેવી વિચિત્રતા છે! જેની સાથે વિશ્વાસઘાત થયો હતો એ ધનદત્ત ભવભ્રમણની ભીષણતાથી બચી ગયો અને વસુદત્ત ભવભ્રમણમાં ફસાઈ ગયો! ધનદત્ત દેવલોકનાં સુખોમાં રમે છે. વસુદત્ત તિર્યંચ યોનિ અને નરક યોનિનાં ઘોર દુઃખ અનુભવે છે.
દેવલોકમાં ધનદત્તનું આયુષ્ય પૂર્ણ થયું. તેને ત્યાંથી ચ્યવન થયું. મહાપુર નગરમાં તે પારુચિ નામનો શ્રેષ્ઠીપુત્ર બન્યો. એવા પરિવારમાં તે જન્મ્યો કે
જ્યાં માતા-પિતા ધર્મરંગે રંગાયેલાં હતાં. જન્મથી જ તેને ધર્મના સંસ્કારો મળ્યા. દયા-કરુણા તો તેના પ્રાણ હતાં, કોઈપણ જીવનું દુઃખ જોઈ, તે તેનું દુઃખ દૂર કરવા તત્પર રહેતો. પદ્મરુચિ યૌવનમાં આવ્યો પરંતુ યૌવનના ઉન્માદથી અને સ્વચ્છંદતાથી તે મુક્ત હતો. એક દિવસ ઘોડા પર બેસીને તે પોતાના ગોકુલ તરફ જતો હતો; માર્ગમાં તેણે એક ઘરડા બળદને છેલ્લા શ્વાસ લેતો પડેલો જોયો. પદ્મરુચિના હૃદયમાં દયા આવી ગઈ. તે ઘોડા પરથી નીચે ઊતર્યો. બળદની પાસે જઈ તેના કાનમાં તેણે “શ્રી નમસ્કાર-મહામંત્ર સંભળાવ્યો.”
નમસ્કાર-મહામંત્રના અક્ષરો બળદના કાનમાં ગયા! ભલે બળદ મહામંત્રના અર્થને ન સમજ્યો, ભલે મહામંત્રના પ્રભાવનું અને જ્ઞાન ન હતું, પરંતુ મહામંત્રના અક્ષરોનો જ અદ્ભુત પ્રભાવ છે! તેનું મૃત્યુ થયું. મરીને એ જ નગરના રાજાને ત્યાં તે પુત્રરૂપે જન્મ્યો. પારુચિ બળદને મૃત્યુ પામેલો જોઈ, એના અગ્નિસંસ્કારની વ્યવસ્થા કરી પોતાને સ્થાને ચાલ્યો ગયો. વર્ષો વીતી ગયાં અને આ ઘટના પણ વિસારે પડી ગઈ.
રાજ કુમારનું નામ “વૃષભધ્વજ પાડવામાં આવ્યું હતું. વૃષભધ્વજ યૌવનમાં આવ્યો. ઘોડેસવાર બનીને તેને ભ્રમણ કરવાનો શોખ હતો. એક વખત કુમાર પેલી જગાએ જઈ ચઢ્યો કે જે જગાએ, પૂર્વભવમાં તે બળદ તરીકે મૃત્યુ પામ્યો હતો!
For Private And Personal Use Only